બદલી કેમ્પ 2025 26
🔥*બ્રેકીંગ ન્યૂઝ🔥👇🏻*
📋 *પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા જાહેર કરાયેલ બદલી કેમ્પ કાર્યક્રમ (૨૦૨૫-૨૬)*
આ પરિપત્ર તારીખ ૦૯/૧૨/૨૦૨૫ ના રોજ બહાર પાડવામાં આવ્યો છે, જેનો વિષય વધ-પરત બદલી કેમ્પ અને જિલ્લા આંતરિક (ઓનલાઇન) બદલી કેમ્પના આયોજન અંગેનો છે.
🗓️ *કેમ્પનું મુખ્ય સમયપત્રક*
ચાલુ વર્ષે નીચે મુજબ ત્રણ મુખ્ય તબક્કામાં કામગીરી યોજાશે:
૧. *વધ પરત બદલી કેમ્પ: આ કેમ્પ તારીખ ૧૨/૧૨/૨૦૨૫ ના રોજ યોજાશે.*
૨. *જિલ્લા આંતરિક બદલી કેમ્પ (પ્રથમ તબક્કો): આ કેમ્પ તારીખ ૧૩/૧૨/૨૦૨૫ થી ૦૧/૦૧/૨૦૨૬ દરમિયાન ચાલશે.*
૩. *જિલ્લા આંતરિક બદલી કેમ્પ (સામાન્ય/જનરલ): આ કેમ્પ તારીખ ૦૨/૦૧/૨૦૨૬ થી ૧૬/૦૧/૨૦૨૬ દરમિયાન યોજાશે.*
🔹 *તબક્કો ૧: જિલ્લા આંતરિક બદલી કેમ્પ (ઓનલાઇન) - વિગતવાર કાર્યક્રમ*
*ખાલી જગ્યા એન્ટર કરવી: જિલ્લા કક્ષાએ ખાલી જગ્યાઓની માહિતી ઓનલાઈન પોર્ટલમાં તારીખ ૧૩/૧૨/૨૦૨૫ થી ૧૫/૧૨/૨૦૨૫ સુધીમાં નાખવાની રહેશે.*
*વેરિફિકેશન: જિલ્લા કક્ષાએ અપલોડ કરેલ ખાલી જગ્યાઓનું વેરિફિકેશન તારીખ ૧૬/૧૨/૨૦૨૫ ના રોજ થશે.*
*ફોર્મ ભરવા: શિક્ષકો દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી તારીખ ૧૭/૧૨/૨૦૨૫ થી ૧૯/૧૨/૨૦૨૫ સુધી રહેશે.*
*તાલુકા કક્ષાએ ચકાસણી: તાલુકા દ્વારા ફોર્મ વેરિફિકેશન કરી જિલ્લા કક્ષાએ રજુ કરવાની કામગીરી તારીખ ૧૯/૧૨/૨૦૨૫ થી ૨૨/૧૨/૨૦૨૫ સુધી ચાલશે.*
*જિલ્લા કક્ષાએ મંજૂરી: જિલ્લા કક્ષાએ અરજી એપ્રુવ કે રિજેક્ટ કરવાની કામગીરી તારીખ ૨૦/૧૨/૨૦૨૫ થી ૨૯/૧૨/૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવાની રહેશે.*
*રાજ્ય કક્ષાએ વેરિફિકેશન: આ કામગીરી તારીખ ૩૦/૧૨/૨૦૨૫ થી ૩૧/૧૨/૨૦૨૫ દરમિયાન થશે.*
*ઓર્ડર ઇશ્યૂ: બદલીના હુકમો તારીખ ૦૧/૦૧/૨૦૨૬ ના રોજ નીકળશે.*
🔹*તબક્કો ૨: જિલ્લા આંતરિક બદલી કેમ્પ (જનરલ) - વિગતવાર કાર્યક્રમ*
*ખાલી જગ્યા એન્ટર કરવી: જિલ્લા કક્ષાએ કામગીરી તારીખ ૦૨/૦૧/૨૦૨૬ ના રોજ કરવાની રહેશે.*
*વેરિફિકેશન: જિલ્લા કક્ષાએ ખાલી જગ્યાનું વેરિફિકેશન તારીખ ૦૩/૦૧/૨૦૨૬ ના રોજ થશે.*
*ફોર્મ ભરવા: શિક્ષકો દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી તારીખ ૦૫/૦૧/૨૦૨૬ થી શરૂ થશે (અંદાજિત ૦૬/૦૧/૨૦૨૬ સુધી).*
*તાલુકા કક્ષાએ ચકાસણી: તાલુકા કક્ષાએ ફોર્મ વેરિફિકેશન તારીખ ૦૭/૦૧/૨૦૨૬ થી ૦૮/૦૧/૨૦૨૬ સુધી રહેશે.*
*તમામ બદલી કેમ્પની જગ્યાઓ નવી અપડેટ મેળવવા ફોલો કરો*
પરિપત્ર👇🏻
https://drive.google.com/file/d/1WmEftF6g0zYTbcZKnnjWQxSHgc1i6OG-/view?usp=drivesdk
*જિલ્લા કક્ષાએ મંજૂરી: જિલ્લા કક્ષાએ અરજી એપ્રુવ કે રિજેક્ટ કરવાની પ્રક્રિયા તારીખ ૦૮/૦૧/૨૦૨૬ થી ૧૪/૦૧/૨૦૨૬ સુધી ચાલશે.*
*રાજ્ય કક્ષાએ વેરિફિકેશન: આ કામગીરી તારીખ ૧૫/૦૧/૨૦૨૬ ના રોજ થશે.*
*ઓર્ડર ઇશ્યૂ: બદલીના હુકમો તારીખ ૧૬/૦૧/૨૦૨૬ ના રોજ નીકળશે.*
⚠️ ખાસ સૂચનાઓ
*વીડિયો કોન્ફરન્સ: કેમ્પના માર્ગદર્શન માટે તારીખ ૧૧/૧૨/૨૦૨૫ ના રોજ બપોરે ૨:૦૦ કલાકે નિયામકશ્રીના અધ્યક્ષસ્થાને વીડિયો કોન્ફરન્સ યોજાશે.*
*પોર્ટલ: જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ www.dpegujarat.in વેબસાઈટ પર લોગીન કરી કામગીરી કરવાની રહેશે.*
*હુકમ રદ થશે નહીં: એકવાર ઓનલાઈન માંગણીમાં શાળા પસંદ કર્યા બાદ જો હુકમ થશે, તો તે કોઈપણ સંજોગોમાં રદ કરવામાં આવશે નહીં, જેની શિક્ષકોએ ખાસ નોંધ લેવી.*

Comments
Post a Comment