Gyan sahayak 26 madhyamik
જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) ભરતી-2025 : 11 માસના કરાર આધારિત ભરતી માટે ઓનલાઈન અરજી શરૂ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હેઠળ સમગ્ર શિક્ષા દ્વારા રાજ્યની સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) ની 11 માસના કરાર આધારિત ભરતી માટે ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. આ ભરતી શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છુક TAT પાસ ઉમેદવારો માટે એક ઉત્તમ તક છે. ખાલી જગ્યાઓ અને માનદ વેતન 1. જ્ઞાન સહાયક (માધ્યમિક) માસિક ફિક્સ માનદ વેતન: ₹24,000 મહત્તમ વયમર્યાદા: 45 વર્ષ 2. જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક) માસિક ફિક્સ માનદ વેતન: ₹26,000 મહત્તમ વયમર્યાદા: 50 વર્ષ લાયકાત ભરતી માટે ઉમેદવારે સંબંધિત વિભાગની TAT (માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક) પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે. ઉપરાંત સરકાર દ્વારા નિર્ધારિત શૈક્ષણિક લાયકાત અને અન્ય નિયમોનું પાલન કરવું પડશે. ઓનલાઈન અરજીની મહત્વની તારીખો અરજી શરૂ: 08 સપ્ટેમ્બર 2025 (બપોરે 12:00 વાગ્યાથી) અરજી કરવાની છેલ્લી તારીખ: 15 સપ્ટેમ્બર 2025 (રાત્રે 11:45 સુધી) ત્યારબાદ જિલ્લા કક્ષાએ દસ્તાવેજ ચકાસણ...