SIR ONLINE




 *જો SIR નું FORM કોઈપણ કારણસર મળ્યું ન હોય તો…*ઘરેથી જ *voters.eci.gov.in* પર ઑનલાઈન ફોર્મ સહેલાઈથી ભરી શકાય છે. નીચે તેની *સંપૂર્ણ સરળ અને સ્ટેપ - વાઈઝ પ્રક્રિયા* આપેલ છે:

  

🔹 સ્ટેપ–વાઈઝ ઑનલાઈન પ્રક્રિયા

1. તમારા મોબાઈલ અથવા કમ્પ્યુટરમાં Google Chrome ખુલ્લું કરીને *voters.eci.gov.in* સર્ચ કરવું.

2. *“Voters Registration - Election Commission of India”* એવું બીજા નંબરનું ઓપ્શન દેખાશે - તેને OPEN કરવું.

3. હવે Election Commission of India ની સત્તાવાર વેબસાઇટ ખુલશે. નીચે સ્ક્રોલ કરવાથી *SERVICES* વિભાગ દેખાશે.

 

4. અહીં બે વિકલ્પો દેખાશે: ✔ Green Color → *“Fill Enumeration Form”* - પર ક્લિક કરવું.

 

5. હવે Voter’s Service Portal નું પેજ ખુલશે.

 

6. અહીં Sign-up કરો:

- મોબાઈલ નંબર

- ઇમેઇલ ID

- Captcha ભરીને Sign-up કરવું.

 

7. ત્યાર બાદ ફરી તમારો મોબાઈલ નંબર નાખશો → OTP આવશે → OTP નાખતાં જ Login થઈ જશો.

 

8. Login થયા પછી હોમ પેજ પર જઈને ફરી *Fill Enumeration Form* પર ક્લિક કરવું.

 

9. હવે *“SIR 2026 – Online Form Submission by Elector”* દેખાશે.

 

10. અહીં State અને Voter ID Number નાખીને Search કરવું.

 

11. તમારી સંપૂર્ણ વિગતો અહીં દેખાશે.

 

12. હવે ફરી તમારો મોબાઈલ નંબર નાખવો → Send OTP → OTP નાખીને Verify કરવું.

 

13. હવે *“Select One Category”* દેખાશે - જેમાં તમારી યોગ્ય કેટેગરી પસંદ કરવી.

  

🔹 2002ની મતદાર યાદી મુજબ વિગતો ભરવાની પ્રક્રિયા

 

14. હવે 2002ની યાદી મુજબ માહિતી ભરવાની રહેશે. *(આ માહિતી તમે જાતે યાદીમાં શોધવાની રહેશે)*

 

15. 2002ની યાદી ZIP File રૂપે Main Page પરથી ડાઉનલોડ થશે.

 

16. ZIP File → MyFiles માં જઈ Extract કરશો → ફાઇલ PDF માં ખુલશે.

 

17. 2002ની યાદીમાંથી યોગ્ય માહિતી ફોર્મમાં ભરી → *Relation* પસંદ કરો → Search કરો.

 

18. સંબંધીની માહિતી નીચે દેખાશે → તેના નીચેના Box માં Tick કરીને Continue કરો.

  

19. હવે ફોર્મ ખુલશે — જેમાં તમારી

- જન્મતારીખ

- આધાર નંબર

- અન્ય જરૂરી વિગતો ભરવાની રહેશે.

 

20. તમારો 2 MB સુધીનો *પાસપોર્ટ સાઇઝનો ફોટો* Upload કરવો.

 

21. નીચે Submit પર ક્લિક કરવું.

 

22. Submit પછી *Aadhaar Verification* આવશે → આધાર નંબર નાખવો → Get OTP→ OTP નાખવો.

 

23. નીચે Terms & Conditions માં Tick કરવું.

 

24. છેલ્લે ફરી Submit કરી દેવું.

  

 

ફોર્મ સફળતાપૂર્વક સબમિટ થયા પછી તમને નીચેનો સંદેશ દેખાશે:

 *“Your Enumeration Form has been submitted successfully.”*



Comments

Popular posts from this blog

Gyan સહાયક/ ccc/પગાર

Gyan sahayak 26 madhyamik

આધાર/A I વેબસાઇટ