Dron short/N. M. M. S

 તમારા ફોટા નો ડ્રોન વિડીયો બનાવવા માટે નીચેના સ્ટેપ અનુસરો 

📚  સૌપ્રથમ ગુગલ ક્રોમ ખોલો. 

📚 તેમાં google labs સર્ચ કરો.

📚 સૌથી પહેલી આવે તે સર્ચ કરો.



📚ત્યારબાદ create with flow પર ક્લિક કરો.



📚 ત્યાર બાદ લોગીન કરીને new project પર ક્લિક કરો.






📚 ત્યાર બાદ ત્યાં text to video ની જગ્યાએ frame to video કરો.





📚 ત્યાર બાદ નીચે description માં dron short લખી ok આપો..





થોડી વારમાં તમારો વિડિઓ તૈયાર.

📚 *ધોરણ 8 ના તમામ વિદ્યાર્થી મિત્રો સુધી મોકલી આપશો*📚


શિક્ષકોને વિનંતી કે આપની શાળાના બાળકોના whatsapp ગ્રુપમાં જરૂરથી મોકલશો આ પરીક્ષાની તમામ માહિતી આપેલ છે.


*📚NMMS પરીક્ષા (નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના - ૨૦૨૫-૨૬) ના જાહેરનામાના અગત્યના મુદ્દાઓના*


*📚NMMS પરીક્ષા ૨૦૨૫-૨૬:* *અગત્યના મુદ્દાઓ* 📝


. *⏰ પરીક્ષા અને ફોર્મ ભરવાનો કાર્યક્રમ*


 *જાહેરનામું બહાર પડ્યાની તારીખ: ૦૭/૧૧/૨૦૨૫.*


 *ઓનલાઇન અરજી કરવાનો સમયગાળો: ૧૦/૧૧/૨૦૨૫ થી ૨૨/૧૧/૨૦૨૫.*


 *પરીક્ષા ફી ઓનલાઇન ભરવાનો સમયગાળો: ૧૦/૧૧/૨૦૨૫ થી ૨૪/૧૧/૨૦૨૫.*


 *પરીક્ષાની સંભવિત તારીખ: ૦૩/૦૧/૨૦૨૬.*


 *અરજી માટેની વેબસાઇટ:* www.sebexam.org.


 💰 શિષ્યવૃત્તિની રકમ અને ચૂકવણી


 *શિષ્યવૃત્તિની રકમ: માસિક ₹૧૦૦૦/- લેખે વાર્ષિક ₹૧૨,૦૦૦/-.*


 *સમયગાળો: નિયત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ચાર વર્ષ સુધી શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે.*


 *રાજ્યનો કુલ ક્વોટા: ૫૦૯૭ વિદ્યાર્થીઓ છે.*


 *ચૂકવણીની પ્રક્રિયા: શિષ્યવૃત્તિની રકમ National Scholarship Portal (NSP) પર અરજી વેરીફાઇડ થયા બાદ ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સીધી જ લાભાર્થીના બેંક ખાતામાં જમા થશે.*


 *🧑‍🎓 વિદ્યાર્થીની લાયકાત અને આવક મર્યાદા*




 *અભ્યાસ: વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૮ માં અભ્યાસ કરતો હોવો જોઈએ.*


 *પાત્ર શાળાઓ: સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓ (જિલ્લા પંચાયત/મહાનગરપાલિકા/નગરપાલિકાની શાળા) તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે.*


 *અપાત્ર શાળાઓ: ખાનગી શાળાઓ (પ્રાઇવેટ શાળા/સેલ્ફ ફાઇનાન્સ શાળા), કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય તથા નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આવેદનપત્ર ભરી શકશે નહીં.*


 *વાલીની વાર્ષિક આવક મર્યાદા: ₹૩,૫૦,૦૦૦/- થી વધારે ના હોય તેવા વિદ્યાર્થીને જ શિષ્યવૃત્તિનો લાભ મળવાપાત્ર થશે.*


 *ધોરણ-૭ માં ગુણ (લઘુત્તમ):*


   *જનરલ અને OBC: ૫૫% ગુણ કે સમકક્ષ ગ્રેડ.*


   *SC અને ST: ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ.*


 *💳 પરીક્ષા ફી*

 જનરલ, EWS, OBC: રૂા. ૭૦/-.

 SC, ST, PH: રૂા. ૫૦/-.


 *નોંધ: સર્વિસ ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે અને ભરેલી ફી પરત કરવામાં આવશે નહીં.*


 *📚 પરીક્ષાનું માળખું અને અભ્યાસક્રમ*

 

 *કસોટીના પ્રકાર: MAT (બૌધ્ધિક યોગ્યતા કસોટી) અને SAT (શૈક્ષણિક યોગ્યતા કસોટી).*


 *ગુણ અને પ્રશ્નો: બંને કસોટી ૯૦ પ્રશ્નો અને ૯૦ ગુણ ની રહેશે.*


 *સમય: દરેક કસોટી માટે ૯૦ મિનીટ નો સમય મળશે. (અંધ વિદ્યાર્થીઓને ૩૦ મિનીટનો વધારાનો સમય મળવાપાત્ર થશે)*.


 *પ્રશ્નપત્રનું માધ્યમ: અંગ્રેજી તેમજ ગુજરાતી રહેશે.*


 *નકારાત્મક મૂલ્યાંકન: આ કસોટીઓના મૂલ્યાંકનમાં કોઈ નકારાત્મક મૂલ્યાંકન રહેશે નહીં.*


 *અભ્યાસક્રમ:*


   *MAT: શાબ્દીક અને અશાબ્દીક તાર્કીક ગણતરીના પ્રશ્નો.*


   *SAT: ધોરણ-૭ અને ધોરણ-૮ ના ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયનો સમાવેશ થશે. (ધોરણ-૭ માટે ગત શૈક્ષણિક વર્ષનો અને ધોરણ-૮ માટે ચાલુ શૈક્ષણિક વર્ષનો પ્રથમ સત્રનો અભ્યાસક્રમ રહેશે).*


 *✨ ક્વૉલિફાઇંગ ગુણ અને પાત્રતા*


 *📚ક્વૉલિફાઇંગ ગુણ:*


   *જનરલ અને OBC: બંને વિભાગમાં કુલ મળીને ૪૦% ગુણ.*


   *SC અને ST: બંને વિભાગમાં કુલ મળીને ૩૨% ગુણ.*


 *શિષ્યવૃત્તિ માટેની પાત્રતા: ક્વૉલિફાઇંગ ગુણ મેળવ્યા બાદ પણ જિલ્લાવાર-કેટેગરીવાર ક્વૉટા મુજબ મેરીટમાં આવતા વિદ્યાર્થીઓ જ શિષ્યવૃત્તિ માટે પાત્ર ઠરશે.*




*🔥📚. 📎 જરૂરી આધારો/પ્રમાણપત્રો*


 *વિદ્યાર્થીના આધારકાર્ડની કોપી (અરજીમાં નામ આધારકાર્ડ મુજબ ભરવું ફરજિયાત છે).*

 *વાલીની વાર્ષિક આવકના દાખલાની પ્રમાણિત નકલ.*

 *જાતિ અંગેના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ (જો લાગુ પડતું હોય તો).*

 *ધોરણ-૭ ની માર્કશીટ અથવા સમકક્ષ પુરાવો.*

 *વિકલાંગતા અંગેના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ (જો લાગુ પડતું હોય તો).*

📚 📒📒N.M.M.S પરીક્ષા નું ઓફિસિયલ જાહેરનામું જોવા માટે અહીં ક્લિક કરો 👍

Comments

Popular posts from this blog

Gyan સહાયક/ ccc/પગાર

Gyan sahayak 26 madhyamik

આધાર/A I વેબસાઇટ