✅ *NEET પરિણામ ( સ્કોર કાર્ડ ) જાહેર*
✍️ *CDS ની પરીક્ષા કોણ આપી શકે?*
....UPSC દ્વારા દર વર્ષે વિવિઘ પરીક્ષાઓ યોજવામાં આવે છે. જેમાં Combined Defence Services (CDS) ની પ્રવેશ પરીક્ષા પણ એક છે.
....CDS ની પરીક્ષા આપીને ડિફેન્સ ની આ શાખામાં પ્રવેશ મેળવી શકાય છે.
*૧* ) Indian Military Academy, દહેરાદૂન
લાયકાત : કોઈ પણ સ્નાતક
NCC 'C' સર્ટિફિકેટ ધારકો માટે રિઝર્વ સીટ હોય છે.
*૨* ) Indian Naval Academy, Ezhimala
લાયકાત : BE/ BTech
NCC'C'સર્ટિફિકેટ ધારકો માટે રિઝર્વ સીટ હોય છે.
*૩* ) Indian Airforce Academy, Hyderabad
લાયકાત : Bsc Physics/Maths અથવા BE/ BTech
NCC 'C'સર્ટિફિકેટ ધારકો માટે રિઝર્વ સીટ હોય છે
*૪*) Officers Training Academy, Chennai,ssc men (Non Technical)
લાયકાત : કોઇ પણ સ્નાતક
*૫*) Officers Training Academy, Chennai, ssc women (Non Technical )
લાયકાત : કોઈ પણ સ્નાતક
....UPSC દ્વારા દર વર્ષે ડિસેમ્બર અને જૂન મહિનામાં Combined Defence Services (CDS) ની પ્રવેશ પરીક્ષાની જાહેરાત આવતી હોય છે.
.....આ પરીક્ષામાં સફળ થયેલ ઉમેદવારો માટે સર્વિસ સિલેકશન બોર્ડ (SSB) દ્વારા બે પ્રકારના ટેસ્ટ લેવામાં આવે છે.
જ્યાં તેમની બૌદ્ધિક ક્ષમતા કસોટી અને પર્સનાલિટી ટેસ્ટ લેવામાં આવે છે. અને આ બંને ટેસ્ટ માં પાસ થવું પડે છે.
.....સફળ થયેલ ઉમેદવારો માટે UPSC દ્વારા લેવાયેલ પરીક્ષા અને SSB દ્વારા લેવાયેલ પરીક્ષાના માર્કસના દ્વારા
કંબાઈન માર્કસ ગણી મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવી છે.ત્યાર બાદ વિદ્યાર્થી એ આપેલી પસંદગી પ્રમાણે IMA,IFA,INA,OTA ના હેડ ક્વાર્ટર માં મોકલવામાં આવે છે.
.....જો ઉમેદવારે Indian Airforce માં પસંદગી કરી હશે તો તેમણે Computerised Pilot Selection System (CPSS) ની પરીક્ષા માં પાસ થવું પડે છે.
.....આ કોર્સ માટેની પસંદગી પ્રક્રિયા ખુબજ લાંબી છે. તે માટે બે થી ત્રણ પરીક્ષાઓમાંથી પસાર થવું પડે છે.
જો તમે શારીરિક રીતે સક્ષમ હોવ તો જ આ કારકિર્દી તમારા માટે યોગ્ય ગણાય છે.
.....અપરણિત ઉમેદવાર જ આ પરીક્ષા આપી શકે છે અને જ્યાં સુધી આ કોર્સ અને ટ્રેનિંગ પૂર્ણ ના થાય ત્યાં સુધી તેઓ સિંગલ રહેવું પડે છે.
.....આમ સંરક્ષણ ક્ષેત્રે કારકીર્દિ બનાવવા UPSC દ્વારા લેવાતી CDS ની પરીક્ષા તો તનતોડ પરિશ્રમ થી પાસ તો કરી શકીએ પરંતુ એ સિવાય અન્ય પરીક્ષાઓ પણ પાસ કરવી પડે છે...
.....આમ દેશની સેવામાં સંરક્ષણ ક્ષેત્રે કારકીર્દિ બનાવવાનું મન મનાવી લીધું હોય તો તમારા માર્ગ માં આવતી ગમે તેવી અડચણો પણ દૂર થઇ શકે છે.
✈️ *દેશ ની સેવા માટેની કારકિર્દી માટે ખુબ ખુબ હાર્દિક શુભેચ્છા✈️*
*“તેનઝિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ (TNNAA)" - ૨૦૨૩*
જમીન, પાણી (સમુદ્ર) અને હવા પરની સાહસિક પ્રવૃત્તિઓ માટે એક ચોક્કસ ક્ષેત્રમાં સાહસની સતત વિશિષ્ટ સિધ્ધિ હાંસલ કરેલ તેમજ વ્યક્તિઓ પાસે ઉત્તમ પ્રદર્શન અને નેતૃત્વના ઉત્કૃષ્ટ ગુણો ધરાવતા હોય તેવા સાહસિકોને ભારત સરકાર દ્વારા પસંદગી કરી *લેન્ડ એડવેન્ચર, વોટર (સી) એડવેન્ચર, એર એડવેન્ચર અને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એમ ચાર કેટેગરીમાં* વિશિષ્ટ સિધ્ધિઓ પ્રાપ્ત કરનાર સાહસિકોને સન્માનવા તથા બિરદાવવા માટે દર વર્ષે *"તેનઝિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ (TNNAA)"* આપવામાં આવે છે.
• ચાલુ વર્ષે ગુજરાત સરકાર દ્વારા નોમિનેશન મોકલવા માટે “તેનઝિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ (TNNAA)" - ૨૦૨૩ અન્વયે ગુજરાત રાજ્યના સાહસિકો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
• *અરજદારોએ અરજી કરવા અંગે
https://awards.gov.in/Home/AwardLibrary#Eligibility અને NPYAD Scheme guideline* વાંચન કર્યા બાદ આ કચેરીની નિયંત્રણ હેઠળની *જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી, સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલિમ સંસ્થા, માઉન્ટ આબુ અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જુનાગઢ* મારફતે અંત્રેની કચેરીને *તા.૦૭/૦૬/૨૦૨૪* સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. • અરજીનો નિયત નમૂનો અને વધુ માહિતી આ કચેરીની નિયંત્રણ હેઠળની જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી, સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, માઉન્ટ આબુ અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જુનાગઢ પાસેથી મળી રહેશે.
*|| અખબારી યાદી ||*
*યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા રાજ્યના યુવક-યુવતીઓ માટે નિ:શુલ્ક હિમાલય ભ્રમણનું આયોજન🏔️*
• *હિમાલય ભ્રમણ માટે ૧૭ થી ૪૫ વર્ષની વયમર્યાદા ધરાવતા ઇચ્છુક યુવક-યુવતીઓ તા. ૦૭ જૂન, ૨૦૨૪ સુધીમાં અરજી કરી શકશે*
યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી હસ્તકની *માઉન્ટ આબુ ખાતે કાર્યરત સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા* દ્વારા જુલાઈ ૨૦૨૪માં *નિ:શુલ્ક હિમાલય ભ્રમણ* નું આયોજન કરાશે.
• જેમાં ભાગ લેવા ઇચ્છુક *૧૭ થી ૪૫ વર્ષની* વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓએ *તા.૦૭ જૂન, ૨૦૨૪* સુધીમાં અરજી કરવાની રહેશે તેમ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના કમિશનરશ્રીની યાદીમાં જણાવ્યું છે.
• હિમાલય ભ્રમણ કાર્યક્રમમાં જોડાવા ઇચ્છતા યુવક- યુવતીઓએ નિયત અરજીપત્રકમાં અરજી કરવાની રહેશે.
• અરજીમાં ઉમેદવારે પોતાનું નામ, સરનામું, ટેલિફોન નંબર, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત (ધોરણ-૧૨ પાસનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઇએ) વગેરે દર્શાવવાનું રહેશે.
• તદ્ઉપરાંત અરજીની સાથે શારીરિક તંદુરસ્તી અંગેનું તબીબી પ્રમાણપત્ર, ગુજરાતના વતની હોવાનો દાખલો, વાલીની સંમતિ પત્રક અને *ખડક ચઢાણનો કોચિંગ કોર્ષ પૂર્ણ કર્યાનું પ્રમાણપત્ર* સામેલ હોવું જરૂરી છે.
• માઉન્ટ આબુ/ જુનાગઢ ખાતે નાણાંકીય વર્ષ *૨૦૨૩-૨૪માં માનદ્ ઈન્સ્ટ્રક્ટર* તરીકે સેવાઓ આપી હોય તો તેના પ્રમાણપત્રોની નકલ જોડવાની રહેશે.
• સંપૂર્ણ વિગતો સાથેની અરજી *તા.૦૭/૦૬/૨૦૨૪ સુધીમાં આચાર્યશ્રી, સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, સાધના ભવન, ગૌમુખ રોડ, માઉન્ટ આબુ-૩૦૭૫૦૧ને* મોકલી આપવાની રહેશે.
• ઉમેદવારને શારીરીક કસોટી માટે *સંભવિત તા.૧૫મી જૂન, ૨૦૨૪ના રોજ* બોલાવવામાં આવે ત્યારે સ્વ-ખર્ચે હાજર થવાનું રહેશે.
• અત્રે ઉલ્લેખનીય છે કે, ઉમેદવારોની લાયકાત અને ગુણવત્તાના આધારે પસંદગી કરાશે.
• પસંદગી પામેલ ઉમેદવારોને તેમના *વતનથી હિમાલય ખાતેના ભ્રમણ સ્થળ સુધી જવા-આવવાના પ્રવાસ અને ભોજન ખર્ચ તેમજ નિવાસ વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા નિ:શુલ્ક* પુરી પાડવામાં આવશે.
• અન્ય વ્યક્તિગત સાધન સામગ્રીની વ્યવસ્થા ઉમેદવારે જાતે કરવાની રહેશે.
• *પસંદગી પામેલ ઉમેદવારને સંસ્થા દ્વારા અગાઉથી ટેલીફોનીક જાણ કરવામાં આવશે*
Comments
Post a Comment