સમરસ છાત્રાલય/નમો સરસ્વતી/નમો લક્ષ્મી
*નમો લક્ષ્મી યોજના 🎓✨*
*📢 ગુજરાતની જાહેર જનતાને નમ્ર અપીલ 📢*
ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગની સરહાનીય પહેલ 🎉🎉
📅 તારીખ 27/5/2024 સોમવારના રોજ ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા નમો લક્ષ્મી યોજના અંતર્ગત પોર્ટલ લોન્ચ થવા જઈ રહ્યું છે.
*💁♀️ આ યોજનાના લાભ વિશે:*
📚 ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી રાજ્યની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળશે.
💸 આપની દીકરીને અન્ય કોઈપણ પ્રકારની શિષ્યવૃત્તિ મળતી હશે તો પણ આ યોજનાનો લાભ મળશે.
*📅 જૂન 2024 થી જ આ યોજનાનો લાભ મળશે.*
📖 ધોરણ 9 થી 12 સુધીના ચાર વર્ષ દરમ્યાન 50,000 રૂપિયાની શિષ્યવૃતિ દીકરીના માતાના/દીકરીના ખાતામાં જમા થશે.
*📋 યોગ્યતા:*
ધોરણ 8 માં સરકારી/ગ્રાન્ટ ઇન એઇડ શાળામાં અભ્યાસ કરેલ હોય અથવા નોન ગ્રાન્ટેડ ખાનગી શાળામાં આર.ટી.ઈ. અંતર્ગત પ્રવેશ મેળવેલ હોય.
વર્ષિક આવક મર્યાદા: જો ધોરણ 8 માં નોન ગ્રાન્ટેડ/સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલે અભ્યાસ કરેલ હોય તો 6 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક મર્યાદા છે.
*📑 આવશ્યક દસ્તાવેજો:*
🧾 દીકરીનું લિવિંગ સર્ટિફિકેટ અથવા જન્મનું પ્રમાણપત્ર
🆔 દીકરીનું આધારકાર્ડ
🆔 દીકરીના માતાનું આધારકાર્ડ
🏦 માતાનું બેન્ક એકાઉન્ટ પાસબુક ના પ્રથમ પાનાંની ઝેરોક્ષ નકલ અથવા કેન્સલ ચેક
🏦 માતા ન હોય/માતાની વિગત ના હોવાના કિસ્સામાં દીકરીના બેન્ક એકાઉન્ટ પાસબુક ના પ્રથમ પાનાંની ઝેરોક્ષ નકલ અથવા કેન્સલ ચેક
*🧾 જો દીકરીએ ધોરણ 8 માં સેલ્ફ ફાઈનાન્સ શાળામાં અભ્યાસ કરેલ હોય તો વાલીની 6 લાખ સુધીની આવકનો દાખલો (ગુજરાત સરકાર દ્વારા માન્ય નમૂનાનો)*
*⚠️ ખાસ સૂચના:*
જન ધન યોજના અંતર્ગત ખોલાવેલ બેન્ક એકાઉન્ટ પણ માન્ય રહેશે.
80% હાજરી શાળામાં અનિવાર્ય છે.
*📞 સંપર્ક:*
જો રાજ્યની કોઈપણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કે સીબીએસઈ બોર્ડની શાળા આ યોજનાનો લાભ આપની દીકરીને આપવામાં ઉદાસીનતા દાખવે તો જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરવો.
*🔍 વિસ્તૃત માહિતી માટે પરિપત્ર સામેલ છે.*
*🙏 આ મેસેજને વધુમાં વધુ લોકો સુધી શેર કરશો અને રાજ્યની દીકરીઓને આ યોજનાથી લાભાન્વિત કરશો.*
*🤝 સમાજની દીકરીઓને આ યોજનાનો લાભ અપાવવામાં મદદરૂપ થશો એવી અપેક્ષા....*
*નમો લક્ષ્મી યોજના* નવા શૈક્ષણિક વર્ષ 2024-25 એટલે નવા સત્રમાં ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીનીઓ (કન્યાઓ) ને આ શિષ્યવૃત્તિનો લાભ મળવાનો છે.
1. દરેક વિદ્યાર્થીનીઓના માતા(મમ્મી)ના બેંક એકાઉન્ટ ખોલવાના છે જેમના મમ્મીના બેંક એકાઉન્ટ ખોલેલા હોય એમને બેંક પાસબુક ની નકલ શાળાના કાર્યાલયમાં જયારે મંગાવવામાં આવે ત્યારે જમા કરાવવા.
2. તમામ વિદ્યાર્થીનિઓને લાભ મળવાનો હોવાથી ફરજિયાત મમ્મીના ખાતા સત્વરે વેકેશન દરમિયાન ખોલાવી દેવા.
3. ધોરણ 9 માં દર મહિને 500 એટલે 10 મહિનાના 5000 હજાર એવી રીતે ધોરણ 10માં દર મહિને 500 એટલે 10 મહિનાના 5000 હજાર ધોરણ 9અને10 ના કુલ 10000 હજાર મળશે. ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કરે એટલે બીજા 10000 હજાર એમ કુલ માધ્યમિક શિક્ષણ પૂરું કરવાથી 20000 હજાર સહાય મળવાપાત્ર થશે.
4. એવી રીતે ધોરણ 11 માં દર મહિને 750 એટલે 10 મહિનાના 7500 એવી રીતે ધોરણ 12માં દર મહિને 750 એટલે 10 મહિનાના 7500 ધોરણ 11અને12 ના કુલ 15000 હજાર મળશે. ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કરે એટલે બીજા 15000 હજાર એમ કુલ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂરું કરવાથી 30000 હજાર સહાય મળવાપાત્ર થશે.
5. નમો લક્ષ્મી યોજના દ્વારા વિદ્યાર્થીનીઓને ધોરણ 9 થી 12 સુધી કુલ 50000 હજારની સહાય મળવાપાત્ર છે.
6. આ યોજના દ્વારા દર માસે માતાના ખાતામાં DBT થી સીધા જમા કરવામાં આવશે, જે દીકરીના માતા હયાત ન હોય તેને તેના પોતાના ખાતાની વિગત આપવાની થશે.
7. માતાના બેંક ખાતા આધાર કાર્ડ સાથે લિંક અને સિડિંગ થયેલા હોવા જોઈએ. જેની ખાત્રી બેંકમાં કરી લેવી.
8. સમયસર યોજનાનો લાભ મળી રહે એ હેતુથી વેકેશન દરમિયાન આ કામ કરવાનું થતું હોઇ આ સાથે પરિપત્ર સામેલ છે જેનો અભ્યાસ કરી મદદરૂપ થશો.
📚📚નમો સરસ્વતી સાધના વિજ્ઞાન યોજનાની સંપૂર્ણ માહિતી માટે અહી ક્લિક કરો.
📚📚 નમો લક્ષ્મી યોજના વિશે સંપૂર્ણ માહિતી માટે જાણવા અહીં ક્લિક કરો.
ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી-ગુજરાત રાજ્ય, ગાંધીનગર સંચાલિત સમરસ કુમાર અને કન્યા છાત્રાલયમાં વર્ષ-૨૦૨૪-૨૫ માં રિન્યુઅલ અને ફ્રેશ વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવા અંગેની જાહેરાત........
કોલેજ કક્ષાના સ્નાતક, અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા આર્થીક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને વર્ષ ૨૦૨૪-૨૫ ના શૈક્ષણિક વર્ષ માટે અમદાવાદ, ભુજ, વડોદરા,સુરત,રાજકોટ,ભાવનગર,જામનગર,આણંદ,હિમંતનગર અને પાટણ સમરસ કુમાર અને કન્યા છાત્રાલયોમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા તમામ વિદ્યાર્થીઓ પાસેથી http://samras.gujarat.gov.in વેબસાઈટ પર તા.૨૭/૦૫/૨૦૨૪ થી તા.૨૦/૦૬/૨૦૨૪ સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.



Comments
Post a Comment