ઉત્તરાયણ સાવચેતી




જાહેર જનતાને ઉત્તરાયણ પર્વ તરીકે ઉજવવા તથા વીજળી અકસ્માત નિવારણ માટે પતંગ ચગાવતી વખતે નીચે જણાવેલ વિગતો મુદ્દાઓ ધ્યાનમાં રાખવા નમ્ર વિનંતી છે.
-પતંગ દોરી વીજળીના થાંભલા ખેતર માં ફસાઈ જાય ત્યારે તેને લેવા માટે થાંભલા પર ચડશો નહીં.
- વીજળીના તાર અકસ્માતે તૂટીને પડેલ હોય તેને અડકશો નહીં.
- વીજળી ના વાયર કે તારી ઉપર પડેલ પતંગ લેવા લંગર નાખશો નહિ. આ રીતે લંગર નાખીને તેને ખેંચવાથી વીજળીના તાર ભેગા થતા મોટા ભડાકા થવાને તાર તુટી જવાની અકસ્માત થવાની તેમજ વીજ વપરાશના સાધનો બળી જવાની સંભાવના રહેલી છે.
- તમારા ઘરની આજુબાજુમાં થાંભલા કે વીજળીના તાર મોટી પતંગ લેવા માટે લોખંડ ધાતુ ના સળિયા વડે તેને કાઢવાની કોશિશ કરશો નહીં.
- ધાતુના તાર બાંધીને પતંગ ઉડાડશો નહીં કારણ કે ધાતુના તાર વીજળીના તારને અડકતા વીજળીનો આંચકો લાગવાની અને અકસ્માત સર્જાવાની સંભાવના રહે છે.
- પતંગ ચગાવવા તેમ જ પતંગ સાથે મેગ્નેટ ટેપ તથા અન્ય વાયરનો ઉપયોગ કરવો નહીં.
- ચાઈનીઝ દોરી માંજા નો ઉપયોગ કરવો નહીં કેમકે તેનાથી પાવર લાઇન કેબલ કપાઈ જવાનો ભય સેવાય છે જેને લીધે અંધારપટ છવાઈ જવાની તેમજ વિજય કસમા થવાની શક્યતા રહેલી છે.
- વીજવાયરો પસાર થતા હોય તેની સાવ નજીકથી પતંગ ઉડાડશો નહીં.
- નજીવી કિંમત ના પતંગ માટે અનમોલ કીમતી જિંદગી જોખમમાં મુકાય તેનો ખ્યાલ રાખો.





 

Comments

Popular posts from this blog

Gyan સહાયક/ ccc/પગાર

Gyan sahayak 26 madhyamik

આધાર/A I વેબસાઇટ