Caller tune
માર્ચ 2020 થી દરેક ના ફોનમાં ફોન કંપની કોરોના ની કોલર ટ્યુન માં એક છોકરી આવી કોરોના વિશે માહિતી આપે છે. કોઈપણ ના ફોનમાં ફોન લગાવતી વખતે સૌથી પહેલા તેમાં એક છોકરી દ્વારા કોરોના કોલર ટ્યુન સંભળાવવામાં આવે છે ત્યારબાદ જ જે તે વ્યક્તિના ફોનમાં રીંગ વાગે છે. ભારત ના ઘણા બધા માણસો આ કોલર ટ્યુન થી થાકી ગયા છે તેઓ કોલર ટ્યુન બંધ કરાવવા માંગે છે પરંતુ તેના બંધ કરવા વિશેની પ્રક્રિયા જાણતા નથી.
જો તમે ભારતની ટેલિફોન કંપનીઓ ના સીમ કાર્ડ વાપરતા હોય અને કોરોના કોલર ટ્યુન બંધ કરવા માંગતા હોય તો તો નીચેની સૂચનાઓને અનુસરો.
જો તમે બી.એસ.એન.એલ સીમ કાર્ડ વાપરતા હોય અને તમારી પાસે prepaid to postpaid કાર્ડ હોય અને તેમાં કોરોના ની કોલર ટ્યુન બંધ કરવા માંગતા હોય તો તમારા મોબાઈલ નંબર ઉપરથી અંગ્રેજી કેપિટલ અક્ષરમાં UNSUB કરીને 56700 નંબર ઉપર મેસેજ મોકલવાથી કોરોના કોલર ટ્યુન બંધ થઈ જશે.
જો તમે JIO નું કાર્ડ વાપરતા હોય તો તે નંબર ઉપરથી અંગ્રેજી કેપિટલ અક્ષરમાં STOP લખીને 155223 નમ્બર ઉપર મેસેજ કરવાથી કોરોના કોલર ટ્યુન બંધ થઈ જશે.
જો તમે VI ના ગ્રાહકો હોય તો તે નંબર ઉપરથી અંગ્રેજી કેપિટલ અક્ષરમાં CANCT લખીને 144 નંબર ઉપર મેસેજ મોકલવાથી ત્યારબાદ * અથવા એક દબાવીને બંધ કરી શકાય છે.
જો તમે AIRTEL કંપનીના ગ્રાહક છો તો VODAFONE ઇન્ડિયાની જેમ તે નંબર ઉપરથી અંગ્રેજી કેપિટલ અક્ષર માં CANCT લખીને 144 નંબર પર મેસેજ કરો તો કોલર ટ્યુન બંધ ન ઓફર મેસેજ આવશે અને ત્યારબાદ બંધ થઈ જશે.
Comments
Post a Comment