n.m.m.s
એન.એમ.એમ.એસ નું પૂરું નામ નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા થાય છે. આ પરીક્ષા નું સંચાલન રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે.
આ પરીક્ષા ધોરણ ૮ માં ભણતા વિદ્યાર્થીઓ આપી શકે છે. આ પરીક્ષામાં પરીક્ષા ફી પોસ્ટ ઓફિસ દ્વારા ચલણથી ભરવાની હોય છે. પરીક્ષાનું પ્રશ્નપત્ર કુલ ૧૮૦ ગુણ હોય છે જે બે વિભાગમાં વહેચવામાં આવે છે. એક વિભાગમાં શાળાકીય અભ્યાસ કસોટી હોય છે અને બીજા વિભાગમાં માનસિક યોગ્યતા કસોટી આપવામાં આવે છે જે બન્નેના નેવું નેવું ગુણ રાખવામાં આવે છે. કસોટી ના પ્રશ્નો બહુ વિકલ્પ પ્રકારના પૂછવામાં આવે છે. કસોટી જવાબવહી omr પ્રકારની હોય છે. દરેક સાચા જવાબ નો એક ગુણ હોય છે.
આ પરીક્ષામાં પાસ થનાર અને જિલ્લાની મેરીટ યાદીમાં આવનાર વિદ્યાર્થીઓને 1000 રૂપિયા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. ધોરણ ૯ થી ૧૨ સુધી ચાર વર્ષની હજાર રૂપિયા પેટે ૪૮ હજાર રૂપિયા જેટલી શિષ્યવૃતિ મળે છે.
Comments
Post a Comment