આજની ઘડી રળિયામણી
આજની ઘડી રળિયામણી એ ધોરણ સાત પ્રથમ સત્ર માં આવતા પ્રકરણ નંબર 2 કવિતા છે. આજની ઘડી રળિયામણી એ નરસિંહ મહેતા રચિત ભક્તિ ગીત છે. નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમા થયો હતો પરંતુ એમનું જીવન જૂનાગઢમાં વીત્યું હતું. નરસિંહ મહેતા ની આખી જિંદગી શ્રીકૃષ્ણના ભજન ગાવા માં ગઈ હતી. શ્રીકૃષ્ણના તેઓ પરમ આદરણીય ભક્ત હતા. આ ભક્તિ ગીત માં ગોપી પોતાની સખીઓ ને બોલાવે છે અને શ્રી કૃષ્ણ ભગવાન ની પધરામણી થવાની છે તે માટેના સત્કાર સમારંભ ની વ્યવસ્થાની વાત કરે છે જે આ કાવ્ય માં સરસ રીતે વર્ણવવામાં આવી છે.
Comments
Post a Comment