ડ્રમ
-------:: નોંધ ::-------
| 1. iKhedut પોર્ટલ ઉપર જે તે સમયે ઉપલબ્ધ યોજનાઓમાં કોઇપણ વ્યક્તિ અરજી કરી શકે છે. 2. અરજીની પાત્રતા તથા બીન-પાત્રતા જે તે નિયુક્ત અધિકરી દ્વારા સ્થળ તપાસ અથવા તો રેકોર્ડની મેન્યુઅલ ચકાસણી ના અધારે નક્કી થાય છે. અરજી પાત્રતા ધરાવે છે કે નહી તેનુ સ્ટૅટસ અરજીમાં જે તે અધિકૃત વ્યક્તિ દ્વારા અપડેટ કરવામાં આવે છે. 3. પુર્વ-મંજુરી આપનાર અધિકારી અરજીઓ ને પુર્વ-મંજુર કરે છે. 4. વેરીફીકેશન ની કામગીરી પણ સંપુર્ણપણે સ્થળ-તપાસ/રેકોર્ડ-તપાસ બાદ નક્કિ થાય છે. 5. પુર્વ-મંજુરી ના Order તથા Payment Order ઉપર સક્ષમ અધિકારીની ની સાઇન થાય ડ્રમ તેમજ બે પ્લાસ્ટિકના ટોકર(ટબ) ખેડૂતોને મલ્ટીપર્પઝ ઉપયોગ હેતુ ડ્રમ તેમજ બે પ્લાસ્ટિકના ટોકર(ટબ) ખરીદી માટે સહાય આપવાની યોજના યોજનામાં રાજ્યના ખેડુતોને મલ્ટીપર્પઝ ઉપયોગ હેતુ ૨૦૦ લિટરનું પ્લાસ્ટિકનું ડ્રમ તેમજ ૧૦ લિટરના બે પ્લાસ્ટિકના ટોકર(ટબ)ની કીટ વિનામૂલ્યે આપવામાં આવશે. આ યોજનાનો લાભ રાજ્યમાં જમીન ધારણ કરતા તમામ ખેડૂતોને મળવાપાત્ર રહેશે. એક ખાતા દીઠ (નમૂના નંબર ૮-અ મુજબ) એક લાભાર્થીને સહાય મળવાપાત્ર થશે. એક ખેડૂતને મહત્તમ એક જ ખાતા માટે સહાય મળવાપાત્ર થશે. દિવ્યાંગ અને મહિલા ખેડૂતોની અરજીને અગ્રીમતા આપવામાં આવશે. આઇ-ખેડૂત પોર્ટલમાં ઓનલાઇન અરજી કર્યા બાદ અરજીની પ્રિંટ મેળવી, સહી/અંગુઠો કરી અરજીમાં દર્શાવેલ સાધનિક કાગળો સહિત જે તે તાલુકા અમલીકરણ અધિકારી/વિસ્તરણ અધિકારી (ખેતી)ની કચેરી ખાતે નિયત સમયમર્યાદામાં રજૂ કરવાની રહેશે. અરજદાર તરફથી મળેલ અરજી તથા સાધનિક કાગળોને ધ્યાને લઇ તેમની પાત્રતા ચકાસી, લક્ષ્યાંકની મર્યાદામાં પૂર્વમંજુરી આપવામાં આવશે. પસંદ થયેલ અરજદારને ડ્રમ તથા બે પ્લાસ્ટીકના ટોકર(ટબ)ની કીટ મેળવવા સંબંધિત કચેરીએથી જણાવવામાં આવશે. અરજી કરવાની તારીખ 15 8 2021થી 31-8-2021 ડ્રમ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવા માટે અહીં ક્લિક કરો. આઇ ખેડૂત પોર્ટલ માં વર્ષ 2018 19 થી ખેડૂત નોંધણી પદ્ધતિ બદલાયેલ છે નવી પદ્ધતિ ઓનલાઈન અરજી કરતી વખતે આધાર નંબર અને મોબાઈલ નંબર આપવાની આપવાથી અરજીની પાત્રતા નિયત થાય ત્યારે આપોઆપ રજીસ્ટ્રેશન થશે ફક્ત સીધા રજીસ્ટ્રેશન માટે ખેડૂત જમીન ખાતાની વિગતો બેંક ખાતાની વિગતો આધાર નંબર તેમજ મોબાઈલ નંબર સંબંધિત કચેરીના અધિકારીશ્રી ને રજૂ કરવાથી નોંધણી કરી શકાશે
|
Comments
Post a Comment