વાર્તા
*મિસ કોલ કરો..... વાર્તા સાંભળો*
શું તમે કોઈ દિવસ એવો વિચાર કર્યો છે કે તમે કોઈ ને ફોન કરો અને ફોન કટ થઈ જાય અને થોડીવાર પછી એ નંબર ઉપરથી ફોન આવે અને તેમાં તમને સરસ મજાની પ્રેરણાદાયક બોધદાયક વાર્તા સાંભળવા મળે, મોટાભાગના નો જવાબ છે ના, પરંતુ હવે આ શક્ય બનવા જઈ રહી છે, ssa gujarat, યુનિસેફ અને પ્રથમ બુક્સના સહયોગથી ગુજરાતમાં એક એવી સેવા કાર્યરત થઇ છે કે જે તમને ફોન ઉપર વાર્તા સંભળાવશે. જ્યારે તમે ફ્રી થાવ અને વાર્તા સાંભળવાની ઈચ્છા થાય ત્યારે આ નંબર ઉપર ફોન લગાવો ફોન થોડીવારમાં કપાઈ જશે પરંતુ બીજી જ ક્ષણે તમારા મોબાઇલમાં એક સરસ રિંગ વાગશે અને તમે ફોન રિસીવ કરશે એટલે શું મધુર અવાજ માં તમને વાર્તા સંભળાવવામાં આવશે તો રાહ કોની જુઓ છો અત્યારે જ આ ફોન લગાવો અને સરસ મજાની વાર્તા સાંભળો.
Name:વાર્તા
Mobile:+91 63573 90234
આ નંબર પર કૉલ કરવાથી સામેથી ફોન કટ થઈ જશે (એટલે કે મિસ કોલ થશે) અને ત્યાર બાદ થોડા સમય બાદ સામેથી ફોન આવશે અને *ફોનમાં વાર્તા સાંભળવા મળશે*. મિસકોલ કરવાનો કે ફોન આવશે તો વાર્તા સાંભળવાનો કોઇ ચાર્જ લાગશે નહીં. તેથી તમામ બાળકો આનો લાભ લે તે માટે પ્રયત્ન કરશો
Comments
Post a Comment