શિક્ષણમાં વ્યસન

શિક્ષણમાં વ્યસનની તો હાટડીઓ મંડાઇ છે. ઠેરઠેર શિક્ષણની હાટડીઓ માં વ્યસનની હાટડીઓ જામતી જાય છે. જ્યાં બાળકોને શિક્ષણ આપવાનું હોય છે ત્યાં બાળકોને વ્યસન ની દીક્ષા આપવામાં આવે છે. બાળકોની વ્યસનમુક્ત બનાવવાનું અભિયાન ચલાવવામાં આવે છે, ત્યારે ઘણા  વ્યસનના પીરબાવા પોતાની તલપ ને પૂરી પાડવા આવનારી પેઢીને પતનની ખાઈ માં ધકેલી રહ્યા છે. ઘણી બધી શાળાઓની રૂમમાં જાવ તો બારીઓ પર લાલ લાલ કલરના  નો થર જામી ગયેલો હોય છે. ટેબલ કબાટના ખાના ઓ માવા મસાલાના ગોડાઉન બની ગયા છે. આવા ઘણા બધા ગોડાઉનોમાં તો એક એક મહિનાનો પુરવઠો પણ ભરી દેવામાં આવે છે.સ્વચ્છતાના એ સુકાનીઓ માવા મસાલા ના પડીકા પણ જ્યાં ત્યાં ઉકરડા બનાવી રહ્યા છે.અને હવે કહેવાની જરૂર તો છે જ નહીં કે ખાનારા એ આ સ્કૂલોના ચોકીદાર બની ગયા છે.


Comments

Popular posts from this blog

Gyan સહાયક/ ccc/પગાર

Gyan sahayak 26 madhyamik

આધાર/A I વેબસાઇટ