વળાવી બા આવી
વળાવી બા આવી એ ધોરણ આઠ માં આવતું સોનેટ છે. આ સોનેટ ઉશનસે લખ્યું છે. ઉશનસ નું પૂરું નામ નટવરલાલ કુબેરદાસ પંડ્યા છે. જે વડોદરા જિલ્લાના સાવલી ગામના વતની છે હતા. અને કોલેજમાં અધ્યાપક હતા. આ પાઠમાં વિરહની વાત રજૂ કરવામાં આવી છે.
દિવાળીની રજાઓમાં આખું કુટુંબ ભેગું થઈને ગામડામાં મોજ મસ્તિથી રહે છે. છોકરાઓના કિલ્લોલથી આખું ઘર બોલી ઊઠે છે. ભાઈ ભાભી ઓ નાના બાળકો બા સમાન ફોઈ વગેરેની હાજરી થી ઘર ભર્યું ભર્યું લાગે છે. જેવી દિવાળીની રજાઓ પૂરી થાય છે અને ઘરના સભ્યો ઘર છોડી પોતાના ધંધાર્થે જવા રવાના થાય છે. સૌથી પહેલા મોટાભાઈ ભાભીનું ભર્યું ઘર લઈ ને એટલે કે સુખી-સંપન્ન કુટુંબ લઈને ઘર છોડે છે ત્યારબાદ બપોરે બે નાના ભાઈઓ તેમની પત્ની અને બાળકોને લઇ ધંધા અર્થે રવાના થાય છે. ઘણા દિવસ પછીની શાંતિ ફરીથી ઘરમાં છવાઈ જાય છે. બધાને બા વળાવીને આવ્યા પછી ઘર ના પગથીયા વિરહ થી બેસી પડે છે.
👉 વળાવી બા આવી નો ટેસ્ટ આપવા અહીં ક્લિક કરો.
Comments
Post a Comment