Positive story

કેમ સવ 
બસ એક વાક્યએ આંખમાં લાગણીના આંસુ લાવી દીધા.લોકડાઉન ના આ સમયમાં ઓનલાઇન શિક્ષણનું કામ કરતા કરતા વિદ્યાર્થીના વાલીને વારંવાર ફોન કરવા પડે.ગામડાના વાલીઓને સમજાવી ગૃહકાર્ય આપીએ.વિદ્યાર્થીઓ ગૃહકાર્ય કરે તેની ખાતરી કરીયે,પણ આવા સમયે એક નવોજ અનુભવ થયો,ઘણીવાર ઘણાના મોઢે સાંભળેલું કે આ બાળકોનું કાઈ ના થાય.પણ મેં શિક્ષણની સાથે સાથે માનવધર્મ નું શિક્ષણ આપવામાં કંઈ કચાશ રાખી નથી.એના જ પ્રતાપે નવ વર્ષની મહેનત બાદ આજે બાળકો બહારની દુનિયા વિશે વિચારતા થયા છે.
લોકડાઉન ના સમયે માસ્તર વાલીઓને, બાળકો ને ફોન કરે એતો શક્ય છે,પણ છેલ્લા કેટલાય દિવસથી નિયમિત મારા બાલૂડાંઓના નિયમિત ફોન આવે છે,જેમાં હિતેશ,પ્રકાશ,કિશન,પ્રાર્થના,રમીલા વગેરે.અને પેલો જ પ્રશ્ન "કેમ સવ".ખરેખર દિલ પીગળાવી નાખે.મારે એમના ખબરઅંતર પૂછવાના હોય એની જગ્યાએ એ મને,મારા કુટુંબ તેમજ ગામના ખબર અંતર પૂછે.ખરેખર આજ દિલથી અનુભવું છું મેં કરેલ કાર્ય એક ચોક્કસ દિશા તરફ પ્રયાણ કારી રહ્યું છે.મારા બાલુડા એક દિવસ આજગતમાં માનવતારૂપી સિદ્ધિ ચોક્કસ મેળવશે.બાલદેવો ભવ:.


Comments

Popular posts from this blog

Gyan સહાયક/ ccc/પગાર

Gyan sahayak 26 madhyamik

આધાર/A I વેબસાઇટ