એક રિટાયર્ડ શિક્ષક રસ્તા પર જઈ રહ્યા હતા ! અચાનક એક યુવક તેમને પગે પડી હાથ જોડીને ઉભો રહ્યો ! શિક્ષકે પુછ્યું,” ભાઈ તમારી ઓળખાણ પડી નહી,તમે કોણ છો ? “ યુવકે કહ્યું ,” સર નિશાળમાં હું તમારો વિદ્યાર્થી હતો !” શિક્ષકે હર્ષભર્યા સ્વરે પુછ્યું “ ભાઈ તું શું ભણ્યો,હાલ શું કામકાજ કરે છે ?” યુવક બોલ્યો,” સર કોમર્સમાં માસ્ટર્સ કર્યા પછી હું શિક્ષકનું કામ કરું છું !” શિક્ષક જરા નિરાશ સ્વરે બોલ્યા,” બેંકમાં, કોઈ વેપારી પેઢીમાં નોકરી શોધી કાઢી હોત તો … … “ શિક્ષકને અટકાવતા યુવક બોલ્યો,” સર બેંકમાં નોકરી મળી જાત પરતું સ્કુલમાં તમારા વર્ગમાં જ એક દિવસ મેં નક્કી કર્યું હતું કે સારું શિક્ષક મેળવીને શિક્ષક જ બનવું છે તો બની ગયો ! “ શિક્ષક આશ્ચર્ય ભર્યા અવાજે બોલ્યા,” સગીર વયે આવું નક્કી કરવાનું શું કારણ હતું ? “ યુવકે કહ્યું “ સર,એક જુનો પ્રસંગ યાદ કરાવું, તમારા વર્ગમાં એક વિદ્યાર્થીની ઘડિયાળ ચોરાઈ ગઈ હતી, તમે વર્ગના તમામ વિદ્યાર્થીઓને કહ્યું કે તમારા સહપાઠીની ગમ્મત કરવા જે કોઈએ તેની ઘડિયાળ લીધી હોય તે પાછી આપી દે,કોઈની ચીજ સંતાડીને મજાક ...