નિપુણ ભારત 2025 /26/Tet 1 2025
✨ *નિપુણ પખવાડા'ની ઉજવણીનો સારાંશ (૦૬/૧૧/૨૦૨૫) ✨*
સમગ્ર શિક્ષા, ગાંધીનગર તરફથી તમામ જિલ્લાઓ અને શાસનાધિકારીઓને *નિપુણ પખવાડા'* ની ઉજવણી બાબતે આજે પત્ર લખવામાં આવ્યો છે.
📜 *મુખ્ય ઉદ્દેશ અને પૃષ્ઠભૂમિ*
*મિશન: રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ ના હેતુઓને સિદ્ધ કરવા અને પાયાના શિક્ષણને મજબૂત કરવા માટે નિપુણ ભારત મિશન અંતર્ગત આ આયોજન કરવામાં આવ્યું છે*.
*તાલીમ અને સામગ્રી: ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬માં બાલવાટિકા, ધોરણ ૧ અને ૨ના બાળકો માટે શૈક્ષણિક સામગ્રી તૈયાર કરીને શાળાઓને આપવામાં આવેલ છે. તેમજ આ ધોરણોના શિક્ષકોને ત્રણ દિવસની તાલીમ આપવામાં આવી છે.*
*લર્નિંગ લોસનો મુદ્દો: દિવાળી વેકેશનના ૨૧ દિવસની રજા બાદ નાના બાળકોમાં શીખેલી બાબતોનો લર્નિંગ લોસ (અધ્યયન ખોટ) થાય તે સ્વાભાવિક છે.*
*ઝુંબેશ: આ લર્નિંગ લોસ અટકાવવા અને વિશેષ મહાવરા માટે શાળાઓમાં 'નિપુણ પખવાડા' (ઝુંબેશ) સ્વરૂપે ઉજવણી કરવાનું આયોજન છે.*
🗓️ *નિપુણ પખવાડાનું આયોજન*
*સમયગાળો: તા. ૦૬/૧૧/૨૦૨૫ (ગુરુવાર) થી તા. ૨૨/૧૧/૨૦૨૫ (શનિવાર) દરમિયાન.*
*લાભાર્થી: તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા તેમજ ધોરણ ૧ અને ૨ના બાળકો.*
*અમલ: દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ શાળાઓ પુનઃ શરૂ થાય તેના પ્રથમ ૧૫ કામકાજના દિવસો દરમિયાન આ આયોજન કરવું.*
📝 *શિક્ષકો માટેની મુખ્ય પ્રવૃત્તિઓ*
શિક્ષકોએ નીચે મુજબની બાબતો પર ધ્યાન આપીને કાર્ય કરવાનું રહેશે:*
*નિદાન અને ઉપચાર: વર્ગના બાળકોની શૈક્ષણિક સ્થિતિ જાણી તે મુજબ નિદાન અને ઉપચારનું કાર્ય કરવું.*
*કચાશ પર ધ્યાન: પ્રથમ સત્રના લર્નિંગ આઉટકમ્સમાં જણાયેલ કચાશમાં સુધાર લાવવા આયોજન કરવું.*
*પાયાના કૌશલ્યો: વાંચન, લેખન અને ગણનનો મહાવરો કરાવવા માટે આપવામાં આવેલ શૈક્ષણિક સામગ્રીનો ઉપયોગ કરવો.*
*પીઅર લર્નિંગ: વધુ પ્રતિભાશાળી બાળકોને લીડરશીપ આપીને **સહપાઠી શિક્ષણ (પીઅર ગ્રુપ લર્નિંગ)**નું આયોજન કરવું.
*શ્રુતલેખન/અનુલેખન: દરરોજ અક્ષર/શબ્દ/વાક્ય/ફકરા અને અંક/સંખ્યાનું શ્રુતલેખન અને અનુલેખન કરાવવું.*
*વાંચન વિકાસ: વાર્તા પુસ્તકોમાંથી વાંચન કરાવી, બાળકો વાંચેલ સામગ્રીને પોતાની શૈલીમાં વર્ગમાં રજૂ કરે તેવું આયોજન કરવું.*
*આયોજન પોથી: શિક્ષકે કરેલા પ્રયાસોની નોંધ પોતાની દૈનિક આયોજનપોથીમાં કરવી.*
🧐 મોનીટરીંગ અને પ્રોત્સાહન
*મોનીટરીંગ ટીમ: સીઆરસી, બીઆરપી-નિપુણ, બીઆરસી, તાલુકા અને જિલ્લા કચેરીના કર્મચારીઓ દ્વારા મોનીટરીંગ અને હેન્ડ હોલ્ડિંગ (માર્ગદર્શન) કરવું.*
*સંખ્યાકીય માહિતી નહીં: સમગ્ર કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોની શૈક્ષણિક સ્થિતિમાં વધારો કરવાનો હોવાથી, શાળાઓ પાસેથી કોઈ સંખ્યાકીય માહિતી મંગાવવાની રહેશે નહીં.*
*ભાર: સંખ્યાકીય માહિતીના બદલે શિક્ષકો અને બાળકો માટે પ્રોત્સાહક મોનીટરીંગ અને હેન્ડ હોલ્ડિંગ દ્વારા અસરકારક અમલીકરણ પર ભાર મૂકવો.*
*તારીખ 6/11/25 ના વાંચન લેખન ગણન આધારિત બાયસેગ મિટિંગના મુદ્દાઓ*
🎯 *દરેક વિદ્યાર્થી પાસેથી અપેક્ષિત પરિણામો (Expected Outcomes)*
પોતાના ધોરણના કોઈપણ વિષયની પાઠ્યસામગ્રી વાંચીને સમજી શકવો જોઈએ.
પોતાને જે આવડે છે તે લેખિત સ્વરૂપે રજૂ કરી શકવો જોઈએ.
ધોરણના સ્તર મુજબની સાદી ગણતરી કરી શકવો જોઈએ.
🚀 *અભિયાન દરમિયાનની મુખ્ય કામગીરી (Key Activities During the Campaign)*
ધોરણ ૩ થી ૮ માં તમામ વર્ગોમાં માત્ર વાચન-લેખન-ગણનની કામગીરી કરવી.
આ કામગીરી જે તે વર્ગશિક્ષક દ્વારા કરવી.
દરેક વિષયને અનુરૂપ વાચન-લેખનની કામગીરી કરવી.
કોઈપણ સંજોગોમાં અનુલેખન ન જ કરાવવું.
વાચન અંતર્ગત મુખર વાચન અને લેખન અંતર્ગત શ્રુતલેખન અને સ્વતંત્ર લેખન જ કરાવવું.
🗣️ *મુખરવાચન અને અર્થગ્રહણ (Loud Reading and Comprehension)*
શિક્ષક દ્વારા અને ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા એક પછી એક એ રીતે બે-ત્રણ વાક્યોનું મુખર વાચન કરાવવું.
બાકીના વિદ્યાર્થીઓ એ જ સામગ્રીનું સાથે સાથે જ મૌન વાચન કરે.
મુખરવાચકનો ક્રમ રેન્ડમ રાખવો.
અર્થગ્રહણ ચકાસાય તો જ વિદ્યાર્થીઓ ‘સમજવા માટે વાંચવા’નો સભાન પ્રયત્ન કરે.
✍️ *શ્રુતલેખન અને સ્વતંત્ર લેખન (Dictation and Independent Writing)*
શ્રુતલેખન (Dictation)
હેતુ: સંભાળીને લખી શકે.
સામગ્રીની પસંદગી: ધોરણ અને સ્તર પ્રમાણે સરળથી મુશ્કેલ મુજબ.
બધા વિષયનાં પાઠ્યપુસ્તકના પાઠ, પારિભાષિક શબ્દો (જેમ કે: પ્રકાશ સંશ્લેષણ, ચતુષ્કોણ, કર્કવૃત્ત વગેરે) અને રોજિંદા ઉપયોગના શબ્દોવાળાં વાક્ય.
પ્રક્રિયા: શિક્ષક દ્વારા ત્રણ વાર વાચન
ધ્યાનથી સાંભળવા માટે (વિદ્યાર્થીઓએ લખવાનું નથી)
લખવા માટે (વિદ્યાર્થીઓ લખશે)
ચકાસવા માટે (છૂટી ગયેલું લખશે)
*શ્રુતલેખન એટલું જ કરાવવું જેટલું ચકાસીને સુધારી શકાય.*
*સ્વતંત્ર લેખન (Independent Writing)*
*મૂળ હેતુ: વિચારશક્તિ અને ભાષા અભિવ્યક્તિ વિકસાવવાની પ્રક્રિયા.*
*આપણો હેતુ: બધા વિષય અંતર્ગત મૌખિક જવાબને લેખિત સ્વરૂપે રજુ કરી શકે.*
*શીખવવું: ‘પોતે જે બાબત બોલીને સમજાવી શકે છે તે બાબત લખીને પણ રજુ કરી શકે’.*
*ઉદાહરણ: વનસ્પતિમાં પ્રકાશસંશ્લેષણ પ્રક્રિયાનું મહત્ત્વ સમજાવવું.*
🧮 ગણન (Numeracy)
*ધોરણ અનુરૂપ સંખ્યાજ્ઞાન, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર પર કામ કરવું.*
*ગાણિતિકીકરણ માટે: સીધા દાખલા આપવાને બદલે ‘સ્થિતિ (રકમ)’ આપવી.*
*દાખલા સ્વરૂપે વિદ્યાર્થી રજુ કરે*.
*રકમ વિદ્યાર્થીએ સમજવાની છે શિક્ષકે સમજાવવાની નથી.*
📊 *મોનિટરિંગ અને અવલોકન* *(Monitoring and Observation)*
મોનિટરિંગ માટેના પગલાં (Steps)
*મોનિટરિંગમાં જનાર વ્યક્તિએ ધોરણ 3 થી 8 ના તમામ વર્ગોમાં જવું.*
*કોઈ એક વિષયના (હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત સિવાયના) પાઠ્યપુસ્તકમાંથી ૨૫-૩૦ શબ્દોના ફકરાનું શ્રુતલેખન આખા વર્ગને કરાવવું.*
*શ્રુતલેખન દ્વારા ગણનના પાંચ પ્રશ્નો લખાવવા.*
*કોઈપણ પાંચ બાળકો રેન્ડમલી પસંદ કરવાં.*
*પસંદ કરેલ પાંચ બાળકોનું શ્રુતલેખન અને ગણન ચકાસવું અને ગ્રેડિંગ કરવું.*
*અવલોકન માટેની નોંધ* (Observation Metrics)
*વર્ગની રજીસ્ટર્ડ સંખ્યા: ..... હાજર સંખ્યા:.......*
*કશું લખી ન શકનાર બાળકોની સંખ્યા: .......*
*પાંચ પૈકી કેટલા વિદ્યાર્થી શ્રુતલેખન કરી શક્યા? ....*
*પાંચ પૈકી કેટલા વિદ્યાર્થી ગણન કરી શક્યા? ....*
*પાંચ પૈકી કેટલા વિદ્યાર્થી મુખર વાચન કરી શક્યા? ....*
✨ *આ શરૂઆત છે*...! (The Beginning)
*વિદ્યાર્થીઓની ઓળખ.*
*વર્ષ દરમિયાન પણ વિશેષ જરૂરિયાતવાળાં બાળકો માટે ઉપચારાત્મક કાર્ય.*
*દરેક વિષયના શિક્ષણમાં મુખર વાચન અને અર્થગ્રહણ.*
*દરેક વિષયના શિક્ષણમાં શ્રુતલેખન અને સ્વતંત્ર લેખન.*
*ફેબ્રુઆરીમાં બાહ્ય મૂલ્યાંકન.
📒📒 ધોરણ 3 ભાષાદીપ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
📒📒 ધોરણ 4 ભાષાદીપ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
📒📒 ધોરણ પાંચ ભાષાદીપ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
📒📒 ધોરણ 6 ભાષાદીપ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
📒📒 ધોરણ 7 ભાષાદિપ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
📒📒 ધોરણ 8 ભાષાદિપ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
🎯 *𝐓𝐄𝐓 - 𝐈 ની પરીક્ષાના ફોર્મ ભરવાનું આજથી શરૂ..* (રાજ્ય પરીક્ષા બોર્ડ SEB ગાંધીનગર દ્વારા)
*પ્રાથમિક શિક્ષક મિત્રો પણ પરીક્ષા આપી શકશે*
*પરીક્ષા :* ટીચર એલીજીબીલીટી ટેસ્ટ I
*જાહેરનામું બહાર પડ્યાની તા. :* 14/10/2025
*ઓનલાઇન ફોર્મ શરૂ તા. :* *29/10/2025 (14:00 કલાકે)*
*ઓનલાઇન ફોર્મ છેલ્લી તા. :* *12/11/2025*
*ફી ભરવા માટે છેલ્લી તા. :* *14/11/2025*
*પરીક્ષા તારીખ :* 14 ડિસેમ્બર 2025 (સંભવિત)
*▪️અભ્યાસક્રમ અને IMP સાહિત્ય*
*▪️આ પરીક્ષામાં કુલ પાંચ વિભાગોમાં 150 પ્રશ્નો અને 150 ગુણ*
*▪️વિભાગ 1*
બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર [30 ગુણ 30 પ્રશ્નો ]
*▪️વિભાગ 2*
ગુજરાતી ભાષા [30 ગુણ 30 પ્રશ્નો] (લેંગ્વેજ |)
*▪️વિભાગ 3*
અંગ્રેજી ભાષા (લેંગ્વેજ ||) [30 ગુણ 30 પ્રશ્નો]
*▪️વિભાગ 4*
ગણિત [30 ગુણ 30 પ્રશ્નો]
*▪️વિભાગ 5*
પર્યાવરણ, સામાન્ય જ્ઞાન, શિક્ષણના વર્તમાન પ્રવાહો. [30 ગુણ 30 પ્રશ્નો]
*▪️અરજી કરવા માટે 👇🏻*
https://ojas.gujarat.gov.in/ojas3/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d
📢 *TET-1 ફોર્મ ભરવાની લિંક અહીં છે!* 📝
🔗 *ફોર્મની વેબસાઈટ લિંક*:
https://ojas.gujarat.gov.in/ojas3/Home.aspx
⚠️ *ફોર્મ ભરતા પહેલા આટલી વસ્તુઓ તૈયાર રાખજો!* 👇
તમારો સમય બચાવવા માટે, આ વિગતો સાથે રાખવી ફરજિયાત છે:
*📸 ફોટોગ્રાફનું માપ:*
*લંબાઈ: 5 સેમી, પહોળાઈ: 3.6 સેમી*
*સાઇઝ:15 KB (મોટી સાઈઝ ન ચાલે)*
*✍️ સહીનું માપ:*
*લંબાઈ: 2.5 સેમી, પહોળાઈ: 7.5 સેમી*
*સાઇઝ: 15 KB} (ખાસ ધ્યાન રાખવું!)*
*👤અંગત વિગતો:*
*ઉમેદવારનું પૂરું નામ, માતાનું નામ*
*જન્મતારીખ*
*જાતિ: OPEN/SEBC/SC/ST*
*જો SEBC/SC/ST લાગુ પડે તો: જરૂરી દસ્તાવેજોના નંબર અને તારીખ (ભૂલ્યા વગર!)*
*🏠 સરનામું અને સંપર્ક:*
*હાલનું સરનામું અને કાયમી*
*📶સરનામું*
*પિનકોડ નંબર (ખાસ!)*
*મોબાઇલ નંબર 📞*
*ઈ-મેઇલ એડ્રેસ 📧*
*📚 શૈક્ષણિક વિગતો:*
*ધોરણ-૧૨ની માર્કશીટ*
*PTC અથવા લાગુ પડતી અન્ય માર્કશીટ*
*💳 પેમેન્ટ માટે:*
*ઓનલાઇન પેમેન્ટ માટેની વ્યવસ્થા તૈયાર રાખવી.*
*શુભેચ્છાઓ! ફોર્મ શાંતિથી ભરજો.*😉👍


Comments
Post a Comment