શિક્ષણ સહાયક/ખેલ સહાયક/લેખકો ના અદભુત શેર/લેખક - ઉપનામ/25-26 પુસ્તક



ખેલ સહાયકમાં વય મર્યાદા વધારવા મુખ્યમંત્રીની મંજૂરી


ખેલ સહાયકમાં 2 વર્ષની વય મર્યાદા વધારવામાં આવી 


ખેલ સહાયકની વયમર્યાદા 38 વર્ષથી વધારીને 40 વર્ષ કરાઈ.







💥💥સરકારી ઉચ્ચતર જનરલ મેરીટ લિસ્ટ માટે અહીં ક્લિક કરો. 


💥💥 ગ્રાન્ટેડ ઉચ્ચતર જનરલ લિસ્ટ માટે અહી ક્લિક કરો.





💥 ખેલ સહાયક માટે રજિસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો.



💥 ખેલ સહાયક ખાલી જગ્યાઓનું લીસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો.

*ગુજરાતી સાહિત્યના અદભુત શેર*


મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ,

આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ.

*- ઓજસ પાલનપુરી*


અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે,

તું ચમચી લઈને ઊભો છે દરિયો માગવા માટે?

*- અનિલ ચાવડા*


દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું,

મૃત્યુનું બહાનું કરી આ પાછો ફર્યો લે.

*– મરીઝ*


જીવ હજી તો જભ્ભામાં છે,

ફાટી ગઈ છે જાત કબીરા.

*- ચંદ્રેશ મકવાણા*


તારું કશું ન હોય તો છોડીને આવ તું,

તારું જ બધું હોય તો છોડી બતાવ તું.

*- રાજેશ વ્યાસ 'મિસ્કીન'*


આભમાં કે દરિયામાં તો એક પણ કેડી નથી,

અર્થ એનો એ નથી કે કોઈએ સફર ખેડી નથી.

*- રાજેશ વ્યાસ 'મિસ્કીન'*


આ અહીં પ્હોંચ્યા પછીથી એટલું સમજાય છે,

કોઈ કંઈ કરતું નથી બસ આ બધું તો થાય છે.

*- રાજેન્દ્ર શુક્લ*


હું ક્ષણોના મ્હેલમાં જાઉં અને,

કોક દરવાજો કરી દે બંધ તો!

*- ચિનુ મોદી*


જીવી શકું હું કઈ રીતે તમને સ્મર્યા વગર,

પાંપણ કદીયે રહી શકે મટકું ભર્યા વગર?

*- મનહર મોદી*


પાનખર વીતી છતાં ખરતાં રહે છે

પાંદડાને લાગી આવ્યું પાંદડાનું. 

*- ઉદયન ઠક્કર*


શ્વાસને ઈસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા,

ક્યાંક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો!

*- અનિલ ચાવડા*


કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,

નીજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.

*- જલન માતરી*


ઘર સુધી તું આવવાની જીદ ન કર,

ઘર નથી નહીંતર હું ના પાડું તને?

*- ખલીલ ધનતેજવી*


મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,

ચરણ લઈ દોડવા બેસું તો વરસોના વરસ લાગે.

*- મનોજ ખંડેરિયા*


ક્રોધ મારો જોઈને ડરશો નહીં,

પુષ્પના ડાઘા કદી પડતા નથી.

*- ચિનુ મોદી*


ભૂલ જો થાય મિત્રોની તો માફ કર,

જીભ કચડાય તો દાંત તોડાય નૈં.

*- અનિલ ચાવડા*


ચિંતા કરવાની મેં છોડી,

જેવું પાણી એવી હોડી.

*- ભાવેશ ભટ્ટ*


સિગારેટને રસ્તા ઉપર આ રીતથી ન ફેંક ભાઈ,

આ દેશમાં ચંપલ ઘણાં તળિયેથી કાણા હોય છે.

*- ભાવિન ગોપાણી*


અફસોસ કેટલાય મને આગવા મળ્યા,

ગાલીબને મારા શેર નથી વાંચવા મળ્યા.

*- ભરત વીંઝુડા*


સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ,

ઈંટનું ટોળું મળ્યું તો ભીંત થઈ.

*- અનિલ ચાવડા*


શ્રદ્ધાનો હો વિષય ત્યાં પુરાવાની શી જરૂર?

કુરઆનમાં તો ક્યાંય પયંબરની સહી નથી.

*- જલન માતરી*


બધો આધાર છે એના જતી વેળાના જોવા પર,

મિલનમાંથી નથી મળતા મહોબતના પુરાવાઓ.

*- મરીઝ*


જિંદગીને જીવવાની ફિલસુફી સમજી લીધી,

જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી.

*- મરીઝ*


કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે ?

કૂંપળની પાસે શું કુમળી કોઈ હથોડી છે ?

*- ઉદયન ઠક્કર*


હું મંદિરમાં આવ્યો અને દ્વાર બોલ્યું,

પગરખાં નહીં બસ અભરખા ઉતારો.

*- ગૌરાંગ ઠાકર*


જત જણાવવાનું તને કે છે અજબ વાતાવરણ,

એક ક્ષણ તું હોય છે ને એક ક્ષણ તારું સ્મરણ.

*- રાજેન્દ્ર શુક્લ*


તમને સમય નથી અને મારો સમય નથી,

કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી.

*- બાપુભાઈ ગઢવી*


રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર એજ કારણથી,

હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી.

*- બરકત વિરાણી ‘બેફામ’*


તફાવત એ જ છે,તારા અને મારા વિષે, જાહિદ!

વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું

*- અમૃત ઘાયલ*


જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,

બહુ ઓછાં પાનાં જોઈ શકયો બહુ અંગત અંગત નામ હતાં.

*- સૅફ પાલનપુરી*


તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે,

હું કહું છું જિંદગી ધોવાય છે.

*– શયદા*


વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,

અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.

*- આદિલ મન્સૂરી*


બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે,

જેને મળું છું, મુજથી સમજદાર હોય છે.

*- મરીઝ*


જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,

એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.

*- મરીઝ*


સમયની શોધ થઈ તેની આગલી સાંજે

મેં ઈંતજારને શોધ્યો હતો ખબર છે તને?

*- મુકુલ ચોક્સી*


હસ્તરેખા જોઈને સૂરજની કૂકડાએ કહ્યું,

આપના પ્રારબ્ધમાં બહુ ચડ-ઉતર દેખાય છે.

*- ઉદયન ઠક્કર*


મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’,

હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે.

*– મરીઝ*


દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:

મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.

*- ગની દહીંવાલા*


જ્યારથી એ જણ કશાની શોધમાં છે,

ત્યારથી આખું જગત વિરોધમાં છે.

*- અનિલ ચાવડા*


જિંદગીનો એ જ સાચોસાચ પડઘો છે ગની,

હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે.

*- ગની દહીંવાલા*




💥 વર્ષ 2025 26 માં અમલ માં આવનાર પુસ્તકો ની યાદી જોવા માટે અહીં ક્લિક કરો. 


*લેખક અને ઉપનામ:*

••••••••••••••••••••••••


પ્રેમસખિ: પ્રેમાનંદ સ્વામી

અઝિઝ : ધનશંકર ત્રિપાઠી

અદલ: અરદેશર ખબરદાર

અનામી : રણજિતભાઈ પટેલ

અજ્ઞેય: સચ્ચિદાનંદ વાત્સ્યાયન

ઉપવાસી: ભોગીલાલ ગાંધી

ઉશનસ્ : નટવરલાલ પંડ્યા

કલાપી: સુરસિંહજી ગોહિલ

કાન્ત: મણિશંકર ભટ્ટ

કાકાસાહેબ: દત્તાત્રેય કાલેલકર

ઘનશ્યામ: કનૈયાલાલ મુનશી

ગાફિલ: મનુભાઈ ત્રિવેદી

ચકોર: બંસીલાલ વર્મા

ચંદામામા: ચંદ્રવદન મેહતા

જયભિખ્ખુ: બાલાભાઈ દેસાઈ

જિપ્સી: કિશનસિંહ ચાવડા

ઠોઠ નિશાળીયો : બકુલ ત્રિપાઠી

દર્શક: મનુભાઈ પંચોળી

દ્વિરેફ, શેષ, સ્વૈરવિહારી: રામનારાયણ પાઠક

ધૂમકેતુ: ગૌરીશંકર જોષી

નિરાલા: સૂર્યકાન્ત ત્રિપાઠી

પતીલ: મગનલાલ પટેલ

પારાશર્ય: મુકુન્દરાય પટણી

પ્રાસન્નેય: હર્ષદ ત્રિવેદી

પ્રિયદર્શી: મધુસૂદેન પારેખ

પુનર્વસુ: લાભશંકર ઠાકર

પ્રેમભક્તિ: કવિ ન્હાનાલાલ

ફિલસુફ: ચીનુભઈ પટવા

બાદરાયણ: ભાનુશંકર વ્યાસ

બુલબુલ: ડાહ્યાભાઈ દેરાસરી

બેકાર: ઈબ્રાહીમ પટેલ

બેફામ: બરકતઅલી વિરાણી

મકરંદ: રમણભાઈ નીલકંઠ

મસ્ત, બાલ, કલાન્ત : બાલશંકર કંથારિયા

મસ્તકવિ: ત્રિભુવન ભટ્ટ

મૂષિકાર: રસિકલાલ પરીખ

લલિત: જમનાશંકર બૂચ

વનમાળી વાંકો: દેવેન્દ્ર ઓઝા

વાસુકિ: ઉમાશંકર જોષી

વૈશંપાયન: કરસનદાસ માણેક

શયદા: હરજી દામાણી

શિવમ સુંદરમ્: હિંમતલાલ પટેલ

શૂન્ય: અલીખાન બલોચ

શૌનિક: અનંતરાય રાવળ

સત્યમ્: શાંતિલાલ શાહ

સરોદ: મનુભાઈ ત્રિવેદી

સવ્યસાચી: ધીરુભાઈ ઠાકોર

સાહિત્ય પ્રિય: ચુનીલાલ શાહ

સેહેની: બળવંતરાય ઠાકોર

સુધાંશુ: દામોદર ભટ્ટ

સુન્દરમ્: ત્રિભુવનદાસ લુહાર

સોપાન: મોહનલાલ મેહતા

સ્નેહરશ્મિ: ઝીણાભાઈ દેસાઈ

સહજ: વિવેક કાણે

વેશમ્પાયન: કરશનદાસ માણેક



સાભાર: વિકિપીડિયા.

Comments

Popular posts from this blog

Gyan સહાયક/ ccc/પગાર

Gyan sahayak 26 madhyamik

આધાર/A I વેબસાઇટ