જ્ઞાન સહાયક પ્રાથમિક/Swiftchat તાલીમ/બારે મેઘ ખાંગા

🔥અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક જગ્યાઓ ભરવા બાબત...

*ધોરણ 3 થી 10 ના શિક્ષકો માટે ઓનલાઈન ફેસ ટુ ફેસ ની તાલીમ બાબત..*

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ધોરણ 3 થી 10 ઓનલાઇન ફેસ to ફેસ તાલીમ લેવાની છે. તે તાલીમ *swift chat* પર ઉપલબ્ધ છે. 


➡️ શાળા નો ડાયસ કોડ 

શાળા પરિચય બાદ 


➡️ શિક્ષક નો 8 અંક નો કોડ નાખવો 


Swift chat માં આ લિંકનો ઉપયોગ કરી તાલીમમાં જોડાઈ શકાશે. 


*I just explored the Prashikshak chatbot 💬 on SwiftChat. It’s an exciting new experience 🤩, do check out: https://cgweb.page.link/AC3RZeBgdX6CizTi9


આ તાલીમ ધોરણ-3 થી 10ના તમામ શિક્ષકોએ ફરજિયાત લેવાની થશે.


વર્ષ દરમ્યાન 50 ક્લાક માંથી 20 કલાકની આ તાલીમ ગણાશે.


✅ *ધોરણ 3 થી 10 ના શિક્ષકો માટે ઓનલાઈન Face 2 Face મોડમાં હવે Swiftchat પર તાલીમ બાબત*


 *જુલાઈ -2024 મહેકમ મંજૂર કરવા અંગે*


        દર વર્ષની જેમ આ વર્ષે પણ 31 જુલાઈની સ્થિતિએ SSA પોર્ટલની ઓનલાઇન સંખ્યાના આધારે મહેકમ મંજૂર થશે, જેથી તા.15 જુલાઈ સુધીમાં નીચે મુજબની કામગીરી પૂર્ણ કરીશું.


1️⃣ બાલવાટિકામાં આ વર્ષે પ્રવેશ મેળવેલ બાળકોની ડેટા એન્ટ્રી

2️⃣ ધો.1માં આ વર્ષે સીધો પ્રવેશ મેળવેલ હોય તેવા નવા બાળકોની ડેટા એન્ટ્રી (ગત વર્ષે બાલવાટિકાના પ્રવેશથી વંચિત રહી ગયેલ બાળકો)

3️⃣ બીજી શાળામાંથી LC લઈને આવેલા બાળકોને ટ્રેક કરવા

4️⃣ LC લઈને બીજી શાળામાં ગયા હોય તેવા બાળકોને ટ્રાન્સફર કરવા

5️⃣ પુનઃ પ્રવેશ મેળવેલ બાળકોને ઓનલાઇન અપડેટ કરવા

6️⃣ ઉપલા ધોરણમાં વયકક્ષા મુજબના ધોરણમાં પ્રવેશ મેળવવા પાત્ર બાળકોના નામ એન્ટ્રી કરવા માટે BRC ખાતે યાદી (જરૂરી માહિતી સાથે) મોકલવી, જેથી સમયસર ડેટા એન્ટ્રી BRC ખાતે થઈ શકે, જેથી સમયસર નામ અપડેટ થઈ શકે.


નોંધ:- *31 જુલાઈ પહેલા જે બાળકો અપડેટ થઈ ગયેલ હશે, તેના આધારે જ મહેકમ મંજુર થશે, જે પાછળથી સુધારો થઇ શકશે નહિ, જેથી ગંભીરતા રાખી બાળકો અપડેટ કરી લેવા*


*✍️🔰📚જિલ્લા કક્ષાએ માસ્ટર ટ્રેનર અને તાલુકા કક્ષાએ ધોરણ 1 અને ધોરણ 2 ના તમામ શિક્ષકોની તાલીમનું આયોજન કરવા બાબત..*


🌧️🌧️🌧️🌧️🌧️


આજકાલ સમાચાર, છાપામાં કે પછી કોઈના મોઢેથી સાંભળતા હસો કે... *"બારેય મેઘ... ખાંગા થયા"...!* 


પણ કોઈને ખબર નથી... *"બાર મેઘ"* શું છે.?


ગુજરાતી સાહિત્યમાં વરસાદના બાર પ્રકાર પાડેલા છે.....

૧. ફરફર

૨. છાંટા

૩. ફોરા

૪. કરા

૫. પછેડીવા 

૬. નેવાધાર

૭. મોલ મેહ

૮. અનરાધાર

૯. મુશળધાર

૧૦. ઢેફાભાંગ

૧૧. પાણ મેહ 

૧૨. હેલી


*૧. ફરફર:*

જેનાથી ફકત હાથ પગના રુવાળા ભીના થાય તેવો નજીવો વરસાદ


*૨. છાંટા :*

ફરફર થી થોડો વધારે વરસાદ 


*૩. ફોરા :*

છાંટાથી મોટા ટીપા વાળો વરસાદ 


*૪. કરા :*

ફોરાથી વધુ અને નાના બરફના ટુકડાનો વરસાદ 


*૫. પછેડીવા :*

પછેડીથી રક્ષણ થાય તેવો વરસાદ 


*૬. નેવાધાર :*

છાપરાના નેવા પરથી પાણીની ધાર વહે તેવો વરસાદ 


*૭. મોલમેહ :*

મોલ - પાકને પૂરતો થઈ રહે તેટલો વરસાદ 


*૮. અનરાધાર :*

એક છાંટા ને બીજો છાંટો અડે અને ધાર થાય એવો વરસાદ 


*૯. મુશળધાર :*

અનરાધાર થી વધુ હોય એવો વરસાદ

મુશળ - સાંબેલાધાર વરસાદ પણ કહેવામાં આવે છે 


*૧૦. ઢેફાં :*

વરસાદની તીવ્રતાથી ખેતરમાં માટીના ઢેફાં ભાંગી જાય એવો વરસાદ


*૧૧. પાણ મેહ :* 

ખેતરો પાણીથી ભરાઇ જાય અને કૂવાના પાણી ઉપર આવી જાય એવો વરસાદ 


*૧૨. હેલી :*

અગિયાર પ્રકારના વરસાદથી કોઈ વરસાદ સતત એક અઠવાડિયું ચાલે તેને હેલી કહેવાય છે.

ચોમાસુ ચાલે છે ને એટલે યાદ રાખવું જરૂરી


⛈️🌧️⛈️🌧️

Comments

Popular posts from this blog

Gyan સહાયક/ ccc/પગાર

Gyan sahayak 26 madhyamik

આધાર/A I વેબસાઇટ