માલવાહક વાહન
ગુજરાત સરકાર દ્વારા આઇ ખેડુત પોર્ટલ દ્વારા માલવાહક વાહન ખરીદવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે.
-------:: નોંધ ::-------
1. iKhedut પોર્ટલ ઉપર જે તે સમયે ઉપલબ્ધ યોજનાઓમાં કોઇપણ વ્યક્તિ અરજી કરી શકે છે.
2. અરજીની પાત્રતા તથા બીન-પાત્રતા જે તે નિયુક્ત અધિકરી દ્વારા સ્થળ તપાસ અથવા તો રેકોર્ડની મેન્યુઅલ ચકાસણી ના અધારે નક્કી થાય છે.
અરજી પાત્રતા ધરાવે છે કે નહી તેનુ સ્ટૅટસ અરજીમાં જે તે અધિકૃત વ્યક્તિ દ્વારા અપડેટ કરવામાં આવે છે.
3. પુર્વ-મંજુરી આપનાર અધિકારી અરજીઓ ને પુર્વ-મંજુર કરે છે.
4. વેરીફીકેશન ની કામગીરી પણ સંપુર્ણપણે સ્થળ-તપાસ/રેકોર્ડ-તપાસ બાદ નક્કિ થાય છે.
5. પુર્વ-મંજુરી ના Order તથા Payment Order ઉપર સક્ષમ અધિકારીની ની સાઇન થાય છે.
આ યોજના નું નામ કિસાન પરિવહન યોજના છે.જેમાં બે કેટેગરી આવે છે.
કેટેગરી ૧ માં નાના /સીમાંત/મહિલા/અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ ના ખેડૂતો ને કુલ ખર્ચ ના ૩૫% અથવા ૱૭૫૦૦૦ બેમાંથી ઓછું હોય તે સહાય આપવામાં આવશે.
કેટેગરી ૨ માં સામાન્ય/અન્ય ખેડૂતોને કુલ ખર્ચ ના ૨૫% અથવા૱૫૦૦૦૦ બેમાંથી જે ઓછું હોય તે સહાય ચૂકવવામાં આવશે.
ખાતા દ્વારા એમ્પેનલ કરેલ હોય તે કિસ્સામાં ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.
અરજી કરવાની છેલ્લી તારીખ--૩૧-૫-૨૦૨૧
👉 અરજી કરવા માટે અહી ક્લિક કરો.
Comments
Post a Comment