જનની

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી
એથી મીઠી તે મોરી માત રે,
જનની ની જોડ સખી નહિ જડે રે લોલ.

પ્રસ્તુત કાવ્યપંકિત ધોરણ સાતની કવિતા જનની ની છે. આ કાવ્ય કવિ શ્રી દામોદરદાસ ખુશાલદાસ બોટાદકરે લખેલ છે. કવિ બોટાદકર નો જન્મ ભાવનગર જિલ્લાના બોટાદ ગામમાં ઈ.સ. 1770 માં થયો હતો. માત્ર ધોરણ છ ભણ્યા હતા પરંતુ સંસ્કૃત અને ગુજરાતી ભાષા ઉપર પૂર્ણ પ્રભુત્વ હતું. જનની કાવ્ય માં કવિએ માતૃપ્રેમ નું સુંદર આલેખન કર્યું છે માતાના પ્રેમ બીજા પ્રેમ કરતાં ચડિયાતો છે તે અહીંયા  બતાવવામાં આવ્યું  છે. આ કાવ્યમાં માતાને મદદથી એ મીઠી બતાવવામાં આવી છે. સાક્ષાત પ્રભુજી રૂપે પુત‌ળી તરીકે માતાને બતાવવામાં આવી છે.
કવિ કહે છે કે એની આંખમાં અમૃત ભરેલું છે એના હાથ હિરલા થી ગૂંથેલા છે. જગતના દેવોને પણ એના દૂધ મળવા મુશ્કેલ છે અને ચંદ્રમાં એની સોડ્ય સિંચે છે આખા જગની આધાર એની આંગળી છે અને પોતાના બાળક માટે એના ચિતડામાં કેટલાય કોડ ભરેલા છે. મમ્મીના મોઢેથી હંમેશા પોતાના બાળક માટે મૂંગી આશિષ ભરેલી હોય છે ગંગાના નીર વધે ઘટે છે પરંતુ માતાનો પ્રેમ કોઈ દિવસ ઓછો થતો નથી જેમ આકાશની વાદળી ક્યારેક ક્યારેક વરસી જાય છે પણ માતાનો પ્રેમ તો બારેમાસ વર્ષે છે પૂનમના દિવસે ચાંદામામા નો ચાંદની ચમકે છે પરંતુ માતા નો ઉજાસ તો કોઈ દિવસ આથમતો જ નથી એવું સરસ વર્ણન આ કાવ્યમાં કરવામાં આવ્યું છે.

 જનની ટેસ્ટ આપવા માટે અહીં ક્લિક કરો 


Comments

Popular posts from this blog

Gyan સહાયક/ ccc/પગાર

Gyan sahayak 26 madhyamik

આધાર/A I વેબસાઇટ