સંસ્કારની શ્રીમંતાઈ
ધોરણ આઠ દ્વિતીય સત્ર માં ગુજરાતી માં પાઠ નંબર 17 સંસ્કારની શ્રીમંતાઈ એ કુન્દનિકા કાપડિયા દ્વારા લિખિત છે. કુન્દનિકા કાપડિયા નો જન્મ ૧૯૨૭માં લીમડી મુકામે થયો હતો. પ્રેમ ના આંસૂ અને કાગળની હોડી અને તેમના જાણીતા વાર્તાસંગ્રહો તેમજ સાત પગલાં આકાશમાં એ તેમની ચર્ચા થયેલી નવલકથા છે.
માનવ જીવનની ઘટમાળ એવી છે કે તેમાં સુખ પછી દુઃખ ચડતી પછી પડતી કુદરતના ક્રમ પ્રમાણે આ વર્ષે આવતા જ હોય છે આવા સમય જરાપણ વિચલિત થયા વગર સ્વસ્થતા જાળવી રાખી આવી પડેલી આ પરિસ્થિતિ નો ખરા દિલથી સ્વીકાર કરવો એ જ સાચા સંસ્કાર છે. આવી જ એક વાર્તા પ્રસ્તુત પાઠ માં બતાવવામાં આવી છે જેમાં એક સુખી કુટુંબમાંથી કઈ પરિસ્થિતિમાં આવી જતાં માણસની માણસાઇ ની વાત છે. જગમોહનદાસ કરોડપતિમાંથી રોડપતિ બની જાય છે અને ૬૦ લાખના બંગલામાંથી સીધા 50 રૂપિયા મહિને ભાડું વાળા મકાનમાં રહેવા આવી જાય છે. પરંતુ તેમના કુટુંબના સભ્યો પોતાના સંસ્કારોના બળે એકબીજાને મદદરૂપ થાય છે, અને કુટુંબની જવાબદારી ખૂબ સારી રીતે નિભાવે છે. કુટુંબના દરેક સભ્ય ને આવા સમયે એકબીજાને કઈ રીતે મદદરૂપ થઇ શકાય અને કઈ રીતે પૈસાનું ઉપાર્જન કરી શકાય તે બાબતે ચિંતિત જણાય છે.
એકબીજાને મદદરૂપ થવાની ભાવના ને લેખિકા સંસ્કારની શ્રીમંતાઈ એવું રુડું નામ આપ્યું છે.
સંસ્કારની શ્રીમંતાઈ પાઠ નો ટેસ્ટ આપવા માટે અહીં ક્લિક કરો.
Comments
Post a Comment