World rose day

WORLD ROSE DAY
‘વર્લ્ડ રોઝ ડે  ,મિત્રો   ગુલાબનું નામ સાંભળતાજ પ્રેમની એક લહેરખી મનમાં દોડી જાય,ગુલાબ એટલે પ્રેમનું પ્રતીક ,ગુલાબ જોતા જ દરેક યુવાન પ્રેમી હૈયામાં પ્રેમનું અંકુરણ ફૂટી નીકળે,
પણ
મિત્રો આ વિશ્વ રોઝ ડે એ પ્રેમીઓનો દિવસ નથી,
‘વર્લ્ડ રોઝ ડે’ કેન્સર પીડિતોમાં પ્રેમ, મસ્તી અને તેમાં જિંદગી પ્રત્યે આશાને સંચારિત કરવા માટે મનાવવામાં આવે છે. કારણ કે, ગુલાબનું ફૂલ પ્રેમ અને કાળજીનું પ્રતીક છે. તેથી કેન્સરના દર્દીને ગુલબાનું ફૂલ ભેટ કરવામાં આવે છે.
‘વર્લ્ડ રોઝ ડે’ના પ્રસંગે તેમના પ્રત્યે સકારાત્મક પહલ કરવામાં આવી છે. જેમાં દર્દી અને તેમના પરિવારને ઉર્જાવાન બનાવવામાં આવ્યા છે અને તેમને ખુશનુમાં માહોલ આપવાનો પણ પ્રયાસ કરે છે.
  આ દિવસ કેનેડા ના એક 12 વર્ષીય બાળકી મલિન્ડા રોઝ ની યાદ માં ઉજવવામાં આવે છે,જેને અસ્કિન ટ્યુમર( બ્લડ કેન્સર) હતું જેની કોઈ સારવાર નહતી.તે 12 વર્ષની હોવાને કારણે, તેણે એક ઉદાહરણ બેસાડ્યું. તેના જીવનના બાકીના છ મહિનામાં, તેણે દરેક દિવસને અર્થપૂર્ણ બનાવ્યો, ઘણા લોકોના જીવનને સકારાત્મક  રીતે સ્પર્શ કર્યો. બચેલા સમયમાં  લોકોમાં જાગૃતિ ફેલાવવા તેણે કેન્સરના દર્દીઓને સૂત્રો, થોડી નોંધો અને ઈ-મેલ લકહ્યા અને આશા આપી. તેની પાસે અઠવાડિયાનો સમય હતો ,તેવું નિદાન થયું,પરંતુ તેણે હાર માની નહીં,,થોડા અઠવાડિયાની મહેમાન પુરા છ મહિના જીવી આ  દુનિયાને અલવિદા કહી ગઇ. પરંતુ તેનું કેન્સર સામેનું અભિયાન આ દુનિયા ને એક ઉદાહરણ પૂરું પડતું ગયું.
       આ દિવસ વિવિધ પ્રકારના કેન્સર અને કેવી રીતે વહેલી તકે  ઉપાય કરવામાં મદદ કરી શકે છે તે અંગે જાગૃતિ લાવવા માટે સમર્પિત છે. સોનાલી બેન્દ્રે, યુવરાજસિંહ  અને મનીષા કોઈરાલાની જેમ આત્મવિશ્વાસ અને હિંમત થી કેન્સરને હરાવીએ, કેન્સર એટલે કેન્સલ નહિ પણ કેન્સર એટલે કેન્સર કેન્સલ એ ઉક્તિ સાર્થક કરી લોકોમાં જાગૃતતા ફેલાવીએ.
તમારા પ્રિયજનોને HAPPY ROSE DAY ની શુભેચ્છાઓ અને પ્રેમ અને કરુણાનો સંદેશ ફેલાવો તેવી શુભકામનાઓ.
       નરેન સોલંકી.


Comments

Popular posts from this blog

Gyan સહાયક/ ccc/પગાર

Gyan sahayak 26 madhyamik

આધાર/A I વેબસાઇટ