Q r code

સવિનય જણાવવાનું કે રાજ્યમાં ગુજરાતી માધ્યમ માટે ધોરણ 1 થી 8 ના તમામ વિષયોના (ધોરણ 8 સામાજિક વિજ્ઞાન સિવાય) પાઠ્યપુસ્તકમાં QR Codes મૂકીને એનર્જાઇન્ડ ટેક્ષબુક (ETE) તરીકે તૈયાર કરવામાં આવેલ છે. આ ETB માં આપવામાં આવેલ ઇ-મટિરિયલ જે તે ધોરણના વિદ્યાર્થીઓ, વિષય શિક્ષકો તેમજ વાલીઓને અધ્યયન-અધ્યાપનમાં મદદરૂપ થઈ શકે તે ઉદ્દેશથી લીંક કરવામાં આવેલ છે. આથી, આ ઇ-મટિરિયલ ની ગુણવત્તા, ઉપયોગિતા તેમજ પ્રસ્તુતિકરણ માં સહજતા હોવી ખૂબ જરૂરી છે. આ સંદર્ભે આપશ્રીને જણાવવાનું કે આપના જિલ્લામાં કાર્યરત તમામ શિક્ષકોને તેઓ જે ધોરણમાં અધ્યાપન કાર્ય કરાવે છે તે ધોરણના સંલગ્ન વિષય/વિષયના પાઠ્યપુસ્તકોમાં આપવામાં આવેલ QR Codes ને સ્કેન કરી તેમાં જોડાયેલા ઇ-મટિરિયલ DIKSHA પ્લેટફોર્મ પર આપવામાં આવેલ ફોર્મેટમાં રેટિંગ કરી મૂલ્યાંકન કરી આપે. આ ઉપરાંત તે જરૂર જણાય ત્યાં કેવા પ્રકારનું ઇ-મટિરિયલ હોવું જોઈએ તે અંગેની વિષયવાર ટિપ્પણ તૈયાર કરીને તેમના સી.આર.સી. કૉ,ને તા, 25 સપ્ટેમ્બર, 2020 સુધીમાં જમા કરાવી.

દરેક સી.આર.સી. ક. તેમના ક્લસ્ટરની તમામ શાળાઓ દ્વારા આ કામગીરી કરવામાં આવેલ છે તેની ચકાસણી કરી અને વિષયવાર વિગત બી.આર.સી.કો.ને તા.28મી સપ્ટેમ્બર, 2020 સુધીમાં આપશે, દરેક બી.આર.સી.કૉ. તેમના તમામ ક્લસ્ટરની વિગત એકત્ર કરી જિલ્લાના ડાયટને તા. 30મી સપ્ટેમ્બર, 2020 સુધીમાં જમા કરાવી. જિલ્લાના ડાયેટ પ્રાપ્ત તમામ માહિતી નું વિષયવાર ધોરણવાર સંકલન કરી જીસીઇઆરટીની તા. 5મી ઓકટોબર, 2020 સુધીમાં મોકલી આપવા જણાવવામાં આવે છે.

નોંધ - જે શિક્ષક, સી,આર.સી.કે, બી.આર.સી.કૉ તેમજ ડાયટ અધ્યાપકે DISHA પ્લેટફોર્મ પર રજીસ્ટ્રેશન કરાવેલ ન હોય તો સૌ પહેલાં પોતાના નામે રજીસ્ટ્રેશન કરાવે તે જરૂરી છે. 
પરિપત્ર જોવા અહીં ક્લિક કરો. 


Comments

Popular posts from this blog

Gyan સહાયક/ ccc/પગાર

Gyan sahayak 26 madhyamik

આધાર/A I વેબસાઇટ