મહાનાયક

* કોરોના મહાનાયક*
આ શબ્દ સાંભળી તમે ખરેખર અચરાજમાં પડી જશે,કોરોના મહામારી વિશે તો સાંભળ્યું છે પણ આ કોરોના મહાનાયક એ વળી શુ નવું આવ્યું.
મિત્રો આજે હું તમને એક એવા મહાનાયકની વાત કરવાનો છું જે મુંબઈના નિરશ્રીતો માટે એક મહાનાયક બનીને ઉભરી આવ્યો છે.
 હા,એ મહાનાયક એટલે રીલ દુનિયા નો વિલન,ખલનાયક સોનુ સુદ.હ મિત્રો સોનુ સુદને આજ સુધી આપણે વિલન તરીકે જ ઓળખાતા હતા.સોનુ સુંદનો જન્મ પંજાબ ના મોગા માં થયો છે.ઘણા ચલચિત્રોમાં તે એક ખૂંખાર વિલન જ હોય છે.તેણે હિન્દી,તેલુગુ,તમિળ, કન્નડ,અને પંજાબી ફિલ્મો માં કામ કર્યું છે.2009 માં તેણે આંધ્ર સરકારે બેસ્ટ વિલન નો પુરસ્કાર આપેલો,ઉપરાંત અરુંધતી ફિલ્મમાં બેસ્ટ સ્પપોર્ટિંગ એક્ટર નો ફિલ્મફેર એવોર્ડ પણ મળેલો.
          આવા મોટા માથાના રીલ લાઈફના વિલને આપણને એક દિશા બતાવી છે.કોરોનાની મહામારી સમયે સોનુ સુદે મુંબઇ માં ફસાયેલાહજારો નિરશ્રીતો ને પોતાના સ્વખર્ચે પોતાના માદરે વતન પહોંચાડ્યા છે.આ નિરશ્રીતો ઉત્તરપ્રદેશ,બિહાર,ઝારખંડ,ઓરિસ્સા વગેરે રાજ્યોના હતા.આ નિરશ્રીતો ને ઘરે પહોંચાડવા માટે બસોની સુવિધા સોનુસુદે કરી ઉપરાંત બસમાં ખાવા માટે ખોરાક,પાણી અને સેનેટાઇઝર ની પણ વ્યવસ્થા કરી,
       ઉપરાંત ઉત્તરપ્રદેશ અને બિહાર ના નિરશ્રીતો માટે રેલવે ના ભાડા તેમજ ખાવા પીવા ,senetizer ની પણ વ્યવસ્થા કરી.
     કેરળના નિરશ્રીતો માટે કોચી થી ભુવનેશ્વર  હવાઇજહાજ ની પણ વ્યવસ્થા કરી.
   ટ્વિટર ના માધ્યમથી તેઓ સતત નિરશ્રીતો સાથે સંપર્ક માં રહ્યા અને તેમને સંપૂર્ણ મદદ કરી. નિરશ્રીતો ને માદરે વતન પહોંચવામાં કોઈ તકલીફ ન પડે તે માટે તે સતત ઉભા પગે ,નિરશ્રીતો ની વચ્ચે રહી મદદ કરતા રહ્યા.
      ટ્વીટર પર એક ચાહકે ટ્વિટ કરી સોનુ સુદ ને જણાવ્યું કે""મારી પત્ની ગર્ભવતી છે,અમને ઉત્તરપ્રદેશ પહોંચવા મદદ કરો" સામે સોનુ સુદે જવાબ આપ્યો " મિત્ર ચિંતા ન કરીશ ,આવનાર બાળકનો જન્મ માતૃભૂમિમાં જ થશે."
ખરેખર સોનુસૂદ રીલ લાઈફ ના ખલનાયક માંથી રિયલ લાઈફ ના મહાનાયક તરીકે ઉભરી આવ્યા છે.આવા રાષ્ટ્રપ્રેમી નાયકને શત શત વંદન.જય ભારત.

નરેન્દ્ર સોલંકી


Comments

Popular posts from this blog

Gyan સહાયક/ ccc/પગાર

Gyan sahayak 26 madhyamik

આધાર/A I વેબસાઇટ